SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો અધિકાર / ૩૩૧ પરદેશમાં ફરતાં ઘણાં કષ્ટ પછી આ રત્ન આપ્યું છે.” સમજાવવા માટે રૂપની શ્રેણિ સમી વિચક્ષણ તે (કોશા) સૂચક – દત્ત રૂપ વર્તન કરે છે. (રત્નકંબલને) ડાબે પગે ઝાલીને, કાદવમાં ઘાલીને, ચોળીને ખાળમાં નાખ્યું. વિવરણ: ત્રીજી પંક્તિમાં, અહીં લક્ષણ કરઈ'નો વિશેષ અર્થ છે : “સૂચક – દષ્ટાન્ત રૂ૫ વર્તન કરે છે.' પાઠાંતર : ૧. શુ આપઈ. ૨ , ઇ પરદેશિ ઘણું જ આપ્યો એહ. ૩ ૪ જિમ ગિરિ વાહુલીઆ પાછા વલીઆ આવ્યા નગરિ પ્રસન્ન (પ્રતની ૭૬મી કડીની ૪થી પંક્તિ અહીં ગોઠવાઈ છે.); સમઝાવ્યા ૪ સમઝાવી; છ વલી આલિ. ૪. છ રાલી (‘ઝાલીને બદલે); ઘ કાદિમ ઘાલી; ક નાખિઉં તે વલી ખાલિ; હુ ચાલી (‘ચોલી'ને બદલે). બોલ્યા પોકારી, ગણિકા વારી કબલ ધૂલિ મ મેલિ. ઊતર થઈ વલતુ. મુનિવર મિલતી જિમ સાયરની વેલિ, ચઉમાસિ વિરાધી, સુમતિ ન સાધી નવિ લાધી ગુસખાણિ, વાયસ ઊડામણિ. વર ચિંતામણિી નાખ્યઉં તે બલ પ્રાણિ. ૭૮ ગદ્યાનુવાદ : (મુનિ પોકારીને બોલ્યા. ગણિકાને અટકાવી, કંબલ ધૂળમાં મેળવ નહીં - રગદોળ નહીં. મુનિવરને સાગરની ભરતીના જેવો મળતો બંધબેસતો) વળતો ઉત્તર (કોશા) આપે છે, “(તમે) ચોમાસાની વિરાધના (નિયમભંગ) કરી સુબુદ્ધિ સાધી નહીં. ગુણની ખાણ પ્રાપ્ત થઈ નહીં કાગડાને ઉડાડવામાં ઉત્તમ ચિંતામણિ રત્ન બળપૂર્વક નાખી દીધું.' પાઠીતર : ૧. ર બોલ્યો. ૩ ૨૨ વિરધી; રવ “સુમતિ ન સાધી’ નથી; ગ મુનિવર સાધી; ર નિ વિરાધી (નવિ લાધી’ને બદલે); ઇ, લાગો 2 સાધાં (લાધી’ને બદલે; ૪ ગુરૂખાણિ. ૪. પંક્તિ નથી; ૪, ત/તિઈ તેને બદલે); ? તે’ નથી; પ્રમાણિ (પ્રાણિ'ને બદલે). પ્રીમ્યા મુઝ વયણે, ઊડ્યા ગયણે, જાઉ નહીં પરમત્ય, મર્યાદા લોપી, હું પણિ કોપી, એકઈ ન સર્યઉ અત્ય, યૂલિભદ્ર તણી તડિ સીહ સમી ઝડિ કવણ સહઈ તે સૂર, કંબલ જિમ સંયમ, રોલ્યા તે તિમ, લહિસ્યઉ લ ધંતુર. ૭૯ ગદ્યાનુવાદ: “મારા વચનથી પ્રસન્ન થયેલા તમે ગગનમાં ઊડ્યા ખોટા વિચાર કર્યા. પરમાર્થ જાણ્યો નહીં. તમે મયદા લોપી. હું પણ ગુસ્સે થઈ. એકેય અર્થ સર્યો નહીં. સ્થૂલિભદ્રની બરોબરીમાં, સિંહ સમી ઝડી કયો શૂરવીર સહન કરે ? કંબલની જેમ તમે સંયમને રોળી નાખ્યો. તમે ધતૂરાનું ફળ પ્રાપ્ત કરશો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy