________________
ચોથો અધિકાર / ૩૨૭ મદમચ્છર મનમાંહિ વિમાસી, ગહિગડિતા પુણતા ચઉમાસી,
ધર્મલાભ જઈ દીધઉ મંદિરિ, નવિ હરખી નિરખીનઈ સંદરિ. ૬૭ ગદ્યાનુવાદ : મનમાં અભિમાન અને ઈષ્ય રાખીને આનંદ પામતા તે ચોમાસું કરવા પહોંચ્યા. આવાસે જઈને ધર્મલાભ દીધો. મુનિને જોઈને સુંદરી હરખી નહીં. વિવરણ : જૈન સાધુ ગૃહસ્થને ઘેર પ્રવેશ કરતાં “ધર્મલાભ' એવો ઉચ્ચાર કરે છે. સાધુનું આગમન એ ગૃહસ્થને માટે ધમચિરણનો લાભ મળ્યાનો પ્રસંગ ગણાય. પાઠાંતર : ૧. ઇ પુહતુ. ૨. ૪ તવ હરખી; નિરખી તે = દેખીનઈ (નિરખીનઈને બદલે)..
જિમ આવઈ મુઝ મંદિર પરથી એ માહારુ તિમ દિસઈ અરથી,
એ તાપસ તપસી તપ ચૂકો, તલે આવી માહરઈ ઘરિ (કઉ. ૬૮ ગદ્યાનુવાદઃ જેવી રીતે મારા આવાસે દૂરથી બીજેથી ?) (અજાણ્યા લોક ) આવે છે તેવી રીતે તે મારા પ્રત્યે અભિલાષાવાળો દેખાય છે. એ તપસ્વી સાધુ તપ ચૂકયો છે. તેથી જ મારે ઘેર આવી પહોંચ્યો છે. વિવરણ : પરથી’ = દૂરથી - આવો અર્થ હોવાનો સંભવ છે. કદાચ પરિચત પરથી વ્યુત્પન્ન થયો હોય તો બીજેથી”, “અજાણ્યા લોક' એવો પણ અર્થ થઈ શકે. પાઠાંતર : ૪ કડી નથી. ૧. ૩ નિજ મંદિર; મહાતમા (“માહારુ તિમ'ને બદલે); ૪ દિસિ છે અરથી (તિમ દસઈ અરથી’ને બદલે). ૨. તપથી ૨૪ પતસી (તપસીને બદલે); આ તઉ આવ્યા એ અમ ઘરિ.... પાઠચચ : ૪ પ્રત “તપથી પાઠ આપે છે. પણ તપથી તપ ચૂક્યો’ એવો અન્વયાર્થ યોગ્ય લાગતો નથી. પણ અન્ય પ્રતોના ‘તપસી' પાઠ દ્વારા “તપસ્વી સાધુ તપ ચૂક્યો’ એ અન્ડયાથે યોગ્ય રીતે બેસતો હોઈ એ પાઠ લીધો છે.
શ્રી સંભૂતિવિજયના દીખ્યા, હવઈ જોઉં મન તણી પરીખ્યા.
ભલઈ પધાય મંદિર આવઉં, કેબલરાયણ જઈનઈ લ્યાવઉ. ૬૯ ગદ્યાનુવાદ : શ્રી સંભૂતિવિજયના તે દીક્ષિત છે. હવે (એમના) મનની પરીક્ષા કરી જોઉં. “મંદિરે (આવાસ) ભલે પધાર્યા. આવો. જઈને રત્નકંબલ (રત્નજડિત કાંબળો) લાવો.” પાઠતર : ૧. ૪ સંભૂતિ સુગુરુના ૨૪ સંત વિજઅન ટુ સંપ્રભૂતિવિજયના; રુ દિક્ષા; ર હતિ જોવો; જ્ઞ તપ તણી; રુ પરિક્ષા. પાઠચચ : $ સિવાયની બધી પ્રતો ઉચ્ચારભેદે “સંભૂતિવિજયના-પાઠ આપે છે. રવ પ્રતનો આ પાઠ ભ્રષ્ટ જણાય છે. મોટા ભાગની પ્રતો “દીખ્યા-પરીખ્યા પાઠ આપતી હોઈ એ લીધા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org