________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં સ્થૂલિભદ્રકોશા.... / ૪૯ શ્રી જિન-આરાધક સદા, હિંસા ન કરઈ સહજઈ કદા, વ્રતધારી ભારી ગુણવંત, દીરઘદરસી દાતા સંત.”
બીજી ઢાળ દેશીમાં આલેખાઈ છે. આ ઢાળમાં પાડલપુરમાં વસતી કોશા વેશ્યાના દેહલાવણ્યનું, વસ્ત્રાભૂષણનું, એના હાવભાવ અને કલાનિપુણતાનું અલંકારસમૃદ્ધ વર્ણન થયું છે. રૂપવર્ણન : દાંત જિલા દાડમકુલીરે, અધર પ્રવાલી લાલ,
શુકચંચૂ સમ નાસિકા રે, ફૂલ ગુલાબ મેં ગાલ. વાંકી જૂહ ભલી વાલી રે, અષ્ટમી શશિ શોભાલ.
શ્યામા વેણી શોભતી રે, મૃગમદ-વાસિત વાલ.” આ વર્ણનમાં ઉપમાઓ, વર્ણસગાઈ, લરકારનાં આવર્તનો અને અંત્યાનુપ્રાસ ધ્યાન ખેંચ્યા વિના રહેતાં નથી. વસ્ત્રાભૂષણનું વર્ણન : “હાર હિયઈ વલિ નવલખો રે, મોતીયઈ જડિત અમોલ,
ઉકસ્યા ઉન્નત જોડલાં રે, પરિ વાદુલ સ્તન પીન.” પાટ પંચરંગ પહિરણાં રે, ઓઢણ નવનવ રંગ,
મણિ માણિક મોતીયે જડ્યો રે, કંચની કસબી રંગ.” કોશાની ચાલનું વર્ણન : “ભાર નિતંબનિ નાયકા રે, આલસ ગતિ ઉપતિ,
રાજહંસની પરિ હાલતી રે, શ્યામા અતિ શોભંત.” પછીના ૭ દુહામાં રાજા રાજસેવકને ધૂલિભદ્રને તેડવા મોકલે છે.
નવમી ઢાળમાં રાજસેવકને મુખે રાજાનું તેડું આવ્યાની વાત સાંભળી કોશા સ્થૂલિભદ્રને ન જવા વીનવે છે, રોકે છે.
‘તિતલઈ તે વિલગઈ હો કિ અલગી નવિ જાઈ યૂલિભદ્ર ધણનઈ હો કિ ભીડ્યું થિર થઈ કહઈ મુખથિ એહવો હે કિ “જત્યો સું દોડી કહો, કિણ વિધ એહવઈ હો કિ મુઝનઈ ઈમ છોડી ?'
૧૪મી ઢાળ દુહા અને ચાલિમાં પ્રયુક્ત થઈ છે. દુહાના અંતિમ ચરણનો ચાલિમાં ઊથલો આવે એવી આલેખન-ભાત અહીં જોવા મળે છે. જુઓ :
દુહો - - - - - - - - - - - અખિ અખંડિત ધાર. ચાલિ – આંખિ વરસઈ અખંડિત ધારા, વરસાલઈ જિમ જલધારા,
કાજલ જલ જોગ) ગલિયા, દુ:ખ સઘળાં આવે મિલિયાં. દુહો - - - - - - - અબલા કવણ આધાર, ચાલિ – અબલાનાં કવણ આધારા, વિણ પ્રીતમ જગ નિરધારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org