SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રકારની પ્રયુક્તિથી કવિએ અહીં કોશાની વિરહવ્યથાનું નિરૂપણ કર્યું છે. છેલ્લી ૩૭મી ઢાળમાં કવિપરિચય, લથતિ વગેરે સાથે કૃતિ સમાપ્ત થાય છે. • શ્રી યૂલિભદ્ર ફાગ / સિરિ ધૂલિભદ્ર ફાગુ આ ફાગુકાવ્યના કવિ ખરતરગચ્છના જૈન સાધુ શ્રી જિનપદ્રસૂરિ છે. ગુજરાતી સાહિત્યનાં ઉપલબ્ધ ફાગુકાવ્યોમાં સમયાનુક્રમે આ બીજું ફાગુકાવ્ય છે. આ રચનાનું નિશ્ચિત વર્ષ પ્રાપ્ત થતું નથી, પણ એના કવિ જિનપદ્યસૂરિને સં.૧૩૯૦માં આચાર્યપદ પ્રાપ્ત થયાનો અને સં. ૧૪00માં તેઓ કાળધર્મ પામ્યાનો ઉલ્લેખ ખરતરગચ્છની ગુરુપટ્ટાવલિમાં મળતો હોઈ આ કૃતિ સં.૧૩૯૦થી ૧૪૦૦ના દાયકામાં રચાઈ હોવાનું અનુમાન થઈ શકે. આ કૃતિ ૨૭ કડીની નાનકડી ફાગુરચના છે. છંદોરચનાની દૃષ્ટિએ તે સાત વિભાગમાં વિભક્ત છે. અને દરેક વિભાગને ભાસ' નામ અપાયું છે. પ્રત્યેક “ભાસમાં એક દુહો અને તે પછી એક કે એકથી વધુ રોળા વૃત્ત આવે છે. સંભૂતિવિજય ગુરુ પાસે દીક્ષા લીધા પછી પ્રથમ ચાતુર્માસ કોશાને ત્યાં ગાળવા માટે સ્થૂલિભદ્ર પાછા ફરે છે તે વખતે સ્થૂલિભદ્રની પ્રતીક્ષા કરી રહેલી કોશાની વિરહવ્યથાથી આ કૃતિનો આરંભ થાય છે. અહીં કથાવસ્તુનું સમય-પરિમાણ ચોમાસાનું હોઈ પ્રણાલીગત ફાગુરચનામાં જોવા મળતા વસંતવર્ણનને બદલે અહીં વષવિર્ણન છે. આ વષવર્ણનમાં કવિએ એમની નિપુણતા બતાવવા સાથે કોશાના રૂપસૌંદર્યનું અને હૃદયભાવોનું આલેખન પણ કાવ્યાત્મક રીતે કર્યું છે. રવાનુસારી શબ્દોને લઈને વર્ણન કર્ણમંજુલ અને ચિત્રાત્મક બન્યું છે. ઝિરિમિરિ ઝિરિમિરિ ઝિરિમિરિ એ મહા વરિસંતિ, ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહતિ, થરહર થરહર થરહર એ વિરહિણિમણુ કંપઇ.” કોશાસૌંદર્યવર્ણન : “મયણખગ જિમ લહલહંત જસુ વેણીદંડો, સરલઉ તરલઉ સામલઉ રોમાવલિદંડો, તંગ પયોહર ઉલ્લસઈ સિંગારથવક્કા, કુસુમબાણિ નિય અભિયકુંભ કિર કાપણિ મુક્કા.” સ્થૂલિભદ્ર માટેના કોશાના ઉત્કટ પ્રણયનિરૂપણમાં શૃંગારરસની નિષ્પત્તિ થઈ છે. પણ તે બહુધા વિપ્રલંભશૃંગારના સ્વરૂપનો છે. કેમકે કોશા પ્રણયવિહ્વળ છે, પણ સ્થૂલિભદ્ર સંસારવિરક્ત છે. સ્થૂલિભદ્ર ચાતુમસ ગાળી, પોતાના સંયમમાર્ગમાં અડગ રહી પાછા ફરે છે ત્યાં કાવ્ય પૂરું થાય છે. કોશા અને સ્થૂલિભદ્ર વચ્ચે આ અગાઉ બારબાર વર્ષનો ૫૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy