________________
આજ માહરિ આંગણિ આંબો મોય, મૂનિ પૂરવજ પ્રીતે તૂઠા રે.” ચોથા સ્વાધ્યાયમાં કોશાની ચૂલિભદ્રને સાધુવેશ તજી દેવા વિનંતી છે. પણ સ્થૂલિભદ્ર અડગ રહે છે.
પાંચમામાં, ગાન-વાદન-નર્તન દ્વારા સ્થૂલિભદ્રને રીઝવવાના કોશાના પ્રયાસોનું વર્ણન આલંકારિક બન્યું છે. પણ અવિચલ રહેલા યૂલિભદ્ર છઠ્ઠા સ્વાધ્યાયમાં વિરકિતભાવયુક્ત ઉદ્ગારો કાઢે છે :
શશીહર જો અંગારે વરસે, તો સમુદ્ર મયદા મૂકે રે, તોપણિ હું તારિ વશિ ના'વું સુંદરી માનજે સાચું રે.”
વળતા બોલ રૂપે સાતમાં સ્વાધ્યાયમાં કોશા સ્થૂલિભદ્રને ઉપાલંભ આપીને પ્રશ્ન કરે છે કે “તો પછી મને બારબાર વર્ષ લાડ શાને લડાવ્યાં ?’ નાગર કોમને મહેણું મારતાં કોશા કહે છે :
‘નાગર સહિજઈ નિરદય હોવિ મુંહથી બોલિ મીઠું રે,
કાલજ માંહિથી કાટ ન છાંડઈ તે પ્રત્યક્ષ દીઠું રે.”
છેલ્લા સ્વાધ્યાયમાં સ્થૂલિભદ્ર પોતે સંયમનારી સાથે લગ્ન કર્યાનો ઉલ્લેખ કરે છે :
મેં પરણી સંયમનારી રે, તુઝને વિસારી રે.”
પછીનો ભાગ કથાકથનથી સમેટાયો છે. કોશા પ્રતિબોધ પામી, ટ્યૂલિભદ્ર ગુરુ પાસે પાછા આવ્યા અને ગુરુમુખે “દુક્કર દુક્કર’ ઉદ્ગાર દ્વારા આદર પામ્યા.
આમ, આ કૃતિમાં સ્થૂલિભદ્રના સંક્ષિપ્ત ચરિત્રકથાનક અંતર્ગત કોશાના અને સ્થૂલિભદ્રના સંવાદ દ્વારા કેટલુંક ભાવનિરૂપણ, અને વર્ષાઋતુ, કોશાનાં ગાન-નર્તન જેવાં કેટલાંક વર્ણનો અહીં છે પણ એ સામાન્ય પ્રકારનાં છે. એકંદરે કૃતિ કોઈ વિશેષ કાવ્યચમત્કૃતિ દર્શાવતી નથી.
• સ્કુલભદ્ર અવયુરિ / સ્થૂલિભદ્રની ચોપાઈ
કવિ લાભકુશલની સં.૧૭૫૮માં રચાયેલી ૩૭ ઢાળની આ કૃતિ છે. જર્મન સંપાદક લુડવિગ આલ્સડોફે સંપાદિત કુમારપાળ-પ્રતિબોધમાં આ કૃતિના કેટલાક અંશો મુદ્રિત છે.
કતિનો આરંભ કવિ ૧૦ દુહાના એકમથી કરે છે. એમાં મહાવીર જિનેશ્વરની અને સરસ્વતીની સ્તુતિ કરવામાં આવી છે. પછી ચોપાઇ છંદની પહેલી ઢાળમાં કવિ પાડલપુરનગરી, એમાં રાજ્ય કરતા નંદ રાજા, એમનો પ્રધાન શગડાલ, એની પત્ની લાછલદે અને શગડાલનાં બે પુત્ર, સાત પુત્રીઓનો પરિચય આપે છે. શગડાલનો પરિચય આપતાં કવિ કહે છે : ૪૮ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org