________________
વિવરણ: અહીં બીજી પંક્તિનો અર્થ સ્પષ્ટ થતો નથી. પણ ગર્ભસ્થ અવસ્થાની તીવ્ર વેદનાનું વર્ણન અભિપ્રેત જણાય છે. કવિ એ વેદનાનું કલ્પનાચિત્ર રજૂ કરે છે. (કડી ૨૪થી ૨૭). પાઠાંતરઃ ૨.૨ પુરુષ મેલી; ૪ ગ્રહઉ નિગુણી; ગ સેસિ ૩ ૪ સોઈ (સોસિ'ને બદલે).
વચિ ઘાલી પાલિ રહી ભમુહ ચડાવી ભાલિ,
ધમણિ ધમી તીખી સુઈ તલ્સ ચોભઈ સમકાલિ. ૨૫ ગદ્યાનુવાદ : વચ્ચે ઘાલીને, પડખે રહીને, કપાળે ભવાં ચડાવીને, ધમણ ધમાવીને તીક્ષ્ણ સોય તેને ચાંપે ભોકે) છે. એ સમયે.... વિવરણ : આ કડીનો વાક્યાન્વય પછીની ૨૬મી કડીમાં જાય છે. અહીં છેલ્લો શબ્દ છે “સમકાલિ.' ત્યાં વાક્ય અધૂરું છે. સમકાલિએ સમયે...એ સમયે શું થાય છે એ વાત પછીની કડીમાં આવે છે. પાઠતર : ૧. ૪ થાલી જ ખાલી; રવ, ગ, ઘ પાછલિ; ગ ભમહિ. ૨. ૫, ૬ શુચી.
જે વેદના હુઈ તેહનઈ આઠ ગુણી તે પહિં
નરગ સમી છઈ વેદના જિન જાણઈ જ્ઞમાંહિં ૨૯ ગદ્યાનુવાદ : તેને જે વેદના થાય છે તેના કરતાં પણ આઠ ગણી આ (ગર્ભકાળની) નરક સમી વેદના છે, એ જગતમાં માત્ર જિનેશ્વરદેવ જ જાણે છે. વિવરણ : ઉદરની વેદનાને કવિએ નરકની વેદના સમી કષ્ટદાયી ગણાવી છે. પાઠાંતર: ૧૨, ૪ તેહ (તેને બદલે).
ભવિ ભતિ વેણ ભોગવી વલિ વલિ ઈસી અનત.
કઈ જાણઈ તે જીવડઉં કઈ જાણઈ ભગત. ૨૭ ગયાનુવાદ : ફરીફરીને ભવોભવ (આ) અનંત વેદના ભોગવી છે. આ (વાત) એક જીવડો જાણે છે કે એક ભગવંત જાણે છે. પાઠાંતર : ૧. વલી ઈસી. ૨ ૪ કૅ વલી જાણે જીવડો...
સગાં સણીજાં પોસીઈ નવિ કીજઇ જિનધર્મ,
પાપ કરી નરગઈ પડઈ કિમ છૂટાં કૃત કમ્મ ૨૮ ગદ્યાનુવાદ : સગાંસ્નેહીઓને પોષવામાં આવે છે, પણ) જિનધર્મ કરતો નથી. તે પાપ કરી નરકમાં પડે છે. કરેલાં કર્મો કેમ છૂટે ? પાઠાંતર ઃ ૨. ટ તૂટે (છૂટ’ને બદલે).
ઈદ હાટકી કિમ છૂટાં પાસિ પહaઉ તે પરવસિ, બઈઠ કરઈ વિચાર,
દુહજ્ય ભોગવસ્યઉં, કિમ જોગવસ્યઉં, એકલડઉ નિરધાર, ૩૧૨ / સહજસુંદરકૃત ગુણરત્નાકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org