________________
પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૫૭ પ્રતનાં કુલ પત્ર ૧૯ છે.
પ્રતના પાનાની લંબાઈ ૨૬.૦ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૦ ૩/૪ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પાત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ-આકૃતિ કરી કોરી જગા છોડી છે.
હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ઘણુંખરું ૧૪ લીટી છે. કવચિત્ ૧૩ કે ૧૫ લીટી પણ છે. એક લીટીમાં મોટે ભાગે ૪૪થી ૪૭ અક્ષરો છે.
પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે છેડા પર આપેલો છે.
હાંસિયાની બન્ને બાજુ બળે ઊભી રેખાઓ બે વખત કરી વચ્ચે જગા છોડેલી છે. કડીક્રમાંકની ડાબી બાજુએ બે ઊભા દંડ કરેલા છે, અને ચરણને અંતે એક ઊભો દંડ કરેલ છે. છંદના નિર્દેશ પછી બે ઊભા દંડ કરેલ છે.
પ્રત સુવાચ્ય છે. અક્ષરો સુંદર, સુઘડ, સ્વચ્છ, મોટા અને એકધારા છે.
૧૯મા છેલ્લા પત્રની પાછળની બાજુએ “ગુણરત્નાકરછંદની પુષ્પિકાના છેડે, છેલ્લી અઢી લીટીમાં ખૂબ નાના અક્ષરોએ (એક લીટીમાં ૯૫ અક્ષરો સમાય એ રીતે) પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ લખવામાં આવી છે તેમજ ડાબી બાજુના હાંસિયામાં સ્વસ્તિક દોય છે.
અહીં પડિમાત્રાનો ઉપયોગ થયો છે. 8 માટે જ ચિત મળે છે.
આ પ્રતની લેખનસંવત ૧૬૪૩ પ્રથમ વૈશાખ સુદ ૧ ગુરુવાર મળે છે. લેખનસ્થળ મહીશાનપુર (મહેસાણા) છે. -
કૃતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ જુ આકારના ઊભા બે દંડ છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે :
૬૦ | શ્રી ગુરુભ્યો નમ: | શ્રી સારદાયે નમ: II. કૃતિને અંતે પુષ્પિકા આ પ્રમાણે છે :
ઇતિશ્રી યૂલિભદ્રછંદસિ ગુણરત્નાકરે ચતુથધિકાર સંપૂર્ણ | સંવત ૧૯૪૩ વર્ષે પ્રથમ વૈશાખ માસે શુકલ પક્ષે પ્રતિપદા તિથી જીવવારે શ્રી મહીશાનપુર, શ્રીદેવી પક્ષે પંડિતશ્રી રત્નવિમલગણિ શસ્યાનુશસ્ત્ર સીહ વિમલકેન લિખિતમિદ | સ્વયમેવ પઠનાર્થ, પરંતુ પરોપકારાય: II શ્રીરસ્તુ: || કલ્યાણમસ્તુ I ઘટી [? ] યાદશ પુસ્તક દવા, તાદશ લિખિત મયા, યદિ શુદ્ધમશુદ્ધ વા, મમ દોષો ન દીયતે || શ્રી: || ચ્છ ||
પુષ્પિકાને છેડે ૩ કડીની પાર્શ્વનાથ-સ્તુતિ લખવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org