________________
આ પ્રતના બીજા અધિકારમાં ૧૧પમી કડીને ભૂલથી બીજી વાર ૧૪ [૧૧૪ ક્રમાંક અપાયો છે. બીજા અધિકારની ૨પમી કડીને ૨૬ ક્રમાંક અપાયો છે, એ રીતે એક એક ક્રમાંક ખોટો આવતાં ક પ્રતની ૪૦ મી કડી અહીં ૪૧મી થાય છે. પણ અહીં 45 પ્રતની ૪૧મી કડી નથી. એટલે ૪રમી કડીથી ક્રમાંક બરાબર થઈ જાય છે.
ચોથા અધિકારમાં ૪ પ્રતની ૫૧, પર, પ૩, ૫૪ કડીઓ અહીં નથી. એ રીતે વર પ્રત કરતાં કુલ ૫ કડી ઓછી થાય છે. પ્રત
લા.દ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, હસ્તપ્રત સૂચિક્રમાંક ૫૦૬૮. આ પ્રતમાં ગુણરત્નાકરછંદ તથા “જગડૂસાહછંદની કૃતિઓ લખવામાં આવી
પ્રતનાં કુલ પત્ર ૧૪ છે.
પ્રતના પાનાની લંબાઈ ૨૪૫ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૧.૦ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે મિ. જેટલી જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ-આકૃતિ કરી કોરી જગા છોડેલી છે ને એમાં ચાર અક્ષરો પૂરેલા છે. પણ વચ્ચેનાં પાનાં ૮-૯-૧૦ પર કળશાકૃતિ કરી છે.
હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧પથી ૨૦ લીટી છે. એક લીટીમાં ૪૭થી પર અક્ષરો છે.
છેલ્લા ૧૪મા પત્રની પાછલી બાજુએ ત્રીજી લીટીએ “ગુણરત્નાકરછંદ પૂરો થાય છે. તે પછી ખૂબ જ ઝીણા અક્ષરોમાં ૧૬ લીટીમાં જગડૂસાહ છંદ કૃતિ (૬ અને ૨ કડીની) લખવામાં આવી છે. ( પત્ર ક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે છેડા પર આપેલો છે.
હાંસિયાની બન્ને બાજુએ લાલ રંગની નજીક-નજીક ત્રણ-ત્રણ ઊભી રેખાઓ કરેલી છે. કડીક્રમાંક ઉપર ગેરઆ રંગનાં નિશાન છે. પ્રત્યેક કડીક્રમાંકની બન્ને બાજુએ એક એક ઊભો દંડ કરેલો છે. તેમજ પ્રત્યેક ચરણને અંતે પણ એક ઊભો દંડ છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ કરેલા છે.
આ પ્રતના પ્રથમ ત્રણ પત્ર સુધી અક્ષરો મધ્યમ કદના અને સુઘડ રહ્યા છે; પણ ચોથા પત્રથી અક્ષરો ઝીણા ને ગીચ લખાયા છે.
બ્રહ્મ' જેવા શબ્દમાં નો ૪ મળે છે. “ખ માટે ચિહ્ન છે. રહી ગયેલું ૧૫૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org