________________
કે કદના જળવાયા નથી. ક્યાંક ગીચ, ક્યાંક છૂટા, ક્યાંક નાના તો ક્યાંક મોટા લખાયા છે. જેમકે પ્રથમ પત્રના આગળની બાજુએ અક્ષરો નાના ને ભેગા છે, જ્યારે છેલ્લા પત્રના આગળ-પાછળના અક્ષરો છૂટા, મોટા ને પાતળા છે.
પડિમાત્રાનો ઉપયોગ ક્વચિત્ થયો છે. બ્રહ્મ' જેવા શબ્દમાં જ નો મળે છે. “ખ માટે “૬ ચિહ્ન છે.
આ પ્રતની લેખનસંવત ૧૬૧૮ વૈશાખ સુદ ૧૧ ગુરુવાર મળે છે. લેખનસ્થળ પાટણ છે.
કૃતિના આંરભે ભલે મીંડું કરાયું છે. આગળ શુ આકારના ઊભા બે દંડ છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : [ ૬૦ || શ્રી સારદાઈ નમ: અંતે પુષ્પિકા આ પ્રમાણે છે :
ઇતિ શ્રી ગુણરત્નાકર મહાછંદસિ ચતુર્થાધિકાર સમાપ્ત: ગ્રંથસલોક સંક્ષા ૧૦૦૦ સંવત સોલ ૧૮ વર્ષે વૈશાખ માસે સુક્લ પક્ષે એકાદસી દિનિ ગુરુવારે છે અ દે શ્રી પત્તનવ મધે ઢંઢેરવાટકે શ્રી વિદ્યપ્રભસૂરિ ભટ્ટારકશષ ચેલા ગોવિંદ લખિત શુભ ભવતુ ||
એકસ્મિન્ ભુવને સપંચ નવમે પ્રીતિસ્તધા સપ્તમે, મૈત્રીકાદશમે તૃતીય અતિચેત્ દ્વિદ્વાદશ સપ્તતા ! પ્રીતિસ્યાધિક ગંહ. પોથી પ.૧૮
આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં ૧૦૪ અને ચોથા અધિકારમાં ૮૪ કડી મળીને કુલ ૪૧૬ કડી છે.
વરુ પ્રતની કડીઓમાંની કેટલીક કડીઓ અહીં ઊલટસૂલટ ક્રમે ગોઠવાઈ છે. જેમકે પ્રતની પ્રથમ અધિકારની રજી કડી અહીં ૩જી છે, જ્યારે ૩જી કડી અહીં રજી છે. વરુ પ્રતની કોઈકોઈ પંક્તિઓ આ પ્રતમાં નથી જેનો નિર્દેશ પાઠાંતરમાં કર્યો છે.
# પ્રતના ત્રીજા અધિકારની ૧રમી કડી અહીં નથી. પણ એ જ અધિકારની ચાર પંક્તિની ૨૮મી કડી અહીં બબ્બે પંક્તિની ૨૭મી અને ૨૮મી એમ બે કડીઓ તરીકે દર્શાવી છે જેથી આ અધિકારની એકંદર કડીસંખ્યા મળી જાય છે.
ક્યાંક સરતચૂકે કડીક્રમાંક અપાવો રહી ગયો છે. ક્યાંક એક જ ક્રમાંક બે કડીઓને અપાઈ ગયો છે, જેથી કડીક્રમાંકો બદલાતા રહે છે. 5 પ્રતના ચોથા અધિકારની કડી ૫૧, પર, પ૩, ૫૪ આ પ્રતમાં નથી. તો વ પ્રતની આ અધિકારની ૩૩મી કડીને બબ્બે પંક્તિની બે કડી તરીકે દર્શાવી છે. જ પ્રત
- શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ. હસ્તપ્રત સૂચિક્રમાંક ૯૮૭૯. ૧૫૬ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org