________________
પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૫૫ અંતે પુષ્પિકા આ પ્રમાણે છે :
ઇતિ શ્રી ગુણરત્નાકરછંદ મહાવિનોદ મનોહરે ચતુથધિકાર સંપૂર્ણ: || સંવત ૧૭૧૬ વર્ષે, વૈશાખ સુદિ ૧૦ ભોમે, અઘેહ શ્રી પત્તન મળે, શ્રી પૂર્ણિમાગ, ભટ્ટારક શ્રી વિનયપ્રભસૂરિણા લિખિતમિતિ ||
મુનિશ્રી રાજરત્નવાચનાર્થ સુર્ભ ભવતુ | શ્રીરડુ || કલ્યાણમસ્તુ | છ |
આ પ્રતમાં પ્રથમ અધિકારમાં ૬૮, બીજા અધિકારમાં ૧૬૦, ત્રીજા અધિકારમાં ૧૦૪ અને ચોથા અધિકારમાં ૮૭ કડી મળીને કુલ ૪૧૯ કડી છે.
બીજા, ત્રીજા અધિકારમાં ૧૦૦ પછીની કડીઓ ૧૦૧, ૧૦૨ વગેરે અનુક્રમે ૧,૨.. આંકથી દર્શાવી છે. ત્રીજા અધિકારમાં ૧૦૦મી કડી ૩૦૦ ક્રમાંકથી દર્શાવી છે. ત્રીજા અધિકારની ૧૦મી કડી ૩૦૩ આંકથી દર્શાવી છે. ચોથા અધિકારમાં ૭મી કડીને સરતચૂકે ૮ ક્રમાંક અપાયો છે. ચોથા અધિકારની ૮૭મી કડી ૩૮૭ ક્રમાંકથી દર્શાવી છે. ૨૪ પ્રત
લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, હસ્તપ્રત સૂચિક્રમાંક પ૨૮૭. પ્રતનાં કુલ પત્ર ૨૦ છે.
પ્રતના પાનાની લંબાઈ ૨૬.૫ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૦૫ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. સામાન્યત: દરેક પત્રની ઉપર નીચે ૧.૦ સે.મિ. જગા છોડેલી છે. કેટલાંક પાનાંમાં નીચે ૦.૮ સે.મિ. જગા છોડેલી
હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૩થી ૧૬ લીટી છે. છેલ્લા ૨૦મા પાનાની પાછળની બાજુએ ૪ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું ૩૯થી ૪૬ અક્ષરો છે. (અક્ષરો ભેગા-છૂટા લખાવાને કારણે આ અક્ષરસંખ્યા બદલાતી રહી છે.)
પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે છેડા પર આપેલો છે. માત્ર પ્રથમ પત્રની આગળની બાજુએ પણ ડાબી તરફના હાંસિયામાં ઉપરના ભાગે પત્રનો ૧ ક્રમાંક દશવ્યિો છે.
હાંસિયાની બન્ને બાજુ બબ્બે કાળી ઊભી રેખાઓ બે વખત કરી વચ્ચે જગા છોડેલી છે. ૮ પાનાં પછી આવી જગા છોડેલી નથી. કડીક્રમાંક અને છંદ ઉપર ગેરૂઆ રંગનાં નિશાન છે. પણ તેમાં બધે જ એકરૂપતા જળવાઈ નથી. પ્રત્યેક કડીક્રમાંકની આજુબાજુ બે ઊભા દંડ કરેલા છે, જ્યારે ચરણને અંતે એક ઊભો દંડ કરેલો છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ કરેલા છે.
પ્રતના અક્ષરો સામાન્ય છે. બધાં જ પત્ર પર અક્ષરો એકસરખા મરોડના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org