________________
બદલે); ૪ રાત્રિ (“રાશિને બદલે). ૨. ક તસુ પાસિ.
તિ િકાર માં પરિહNG, વિરૂઉ વિષયવિકાર,
પ્રેમ વહઈ જઉં પતિવ્રતા, તઉ પરિહરિ સંસાર. ૫૦ ગદ્યાનુવાદ : તે કારણે મેં વરવો (અનિષ્ટ) વિષયવિકાર ત્યજ્યો છે. જો પતિવ્રતા
સ્ત્રી પ્રેમ રાખે તોપણ સંસારનો ત્યાગ કર. પાઠાંતર : ૧. ગ તે કારણિ તે પરિહરુ. ૨. ઇ નેમ વહઈ; ટ તુ (જને બદલે); a પ્રતિવ્રતા; , ઇ પરિહરિ તું સંસાર (છેલ્લે ચરણ).
પાછલિ પરિવજીઉં હતું. હું નવિ લોપઉં લીહ
૨ ગુણવંતી ગોરડી, તે સંભારિન રહ ૫૧ ગદ્યાનુવાદ: પૂર્વે સ્વીકાર્યું હતું કે હું રેખા (મદિા) લોપું નહીં. રે ગુણવંતી ગોરી, તે દિવસને યાદ કર ને !' વિવરણ : ૧૧મી કડીથી શરૂ થયેલા સ્થૂલિભદ્રના સર્બોધભર્યા ઉદ્દગારો અહીં ૫૧મી કડી સુધી ચાલે છે.
પૂર્વે, મર્યાદા નહીં ઓળંગવાનું સ્વીકારેલું તે કોણે ? સ્થૂલિભદ્ર કે કોશાએ? જો કે પાછળ કડી ૨.૭૩માં આંગણે આવેલા સ્થૂલિભદ્રને વિનંતી રૂપે કોશાના આવા ઉદ્ગાર છે :
ગણિકાભાવ સ્યા માંહિ, જિસ્ય જલ ઊપરિ લેખું.' અને કડી ૨.૭૪માં કોશાએ સસંકલ્પ કહેલું :
બલિહારી તુઝ દારિ કરું ન ન હવઈ અચાલી, પૂજિસ્યઉ પાય તાહરા સદા, બોલબંધ તાહરુ સહી,
ભરિ પીઉં કોસ ગંગા તણઉ આજ પછી વિહડઉં નહીં.”
કોશાના આવા કોઈ સંકલ્પની યાદ સ્થૂલિભદ્ર દેવડાવતા હોય એમ બને. પણ અન્ય કોઈ સંદર્ભની પણ સંભાવના નકારી ન શકાય. પાાંતર : ર, ગ, ઘ, ૪, ૮, ૪ કડી નથી. ૧ , ૩ નહી (“નવિને બદલે). ૨ ૪ સંભારિ મ બીહ સંભાલઉ દીહ.
સ્વામિ સંભારી ઢું કરું, નહિ થાઈ તુહ્મ સેવ,
તડિ તાહરી કા કરિ સકઈ, યૂલિભદ્ર ઈક ખેવ. પર ગદ્યાનુવાદ : “હે સ્વામી, યાદ કરીને શું કરું ? તમારી સેવા થઈ શકે તેમ નથી હે સ્થૂલિભદ્ર, એક ક્ષણ પણ તમારી બરોબરી કોણ કરી શકે ? વિવરણ : અહીંથી કોશાનો સંવાદ છે. સ્થૂલિભદ્રના પ્રતિબોધથી કોશામાં આવવા માંડેલા પરિવર્તનનો અણસાર એના ઉદ્ગારોમાં કળી શકાશે. વૈરાગ્ય કે અનાસક્તિની ૩૨૦ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org