________________
ચોથો અધિકાર / ૩૧૯ વિષય વખાણયઉ પાડૂ, અગનિ તણી જિમ ઝાલ.
વિનય વિવેક વિચારનઉં, વન બાલઈ તતકાલ. ૪૫ ગદ્યાનુવાદ : અગ્નિની જ્વાળાની જેમ વિષય અનિષ્ટ (નઠારા) તરીકે વર્ણવાયો છે. વિનય, વિવેક અને વિચાર રૂપી વન તે તત્કાળ બાળે છે. પાઠાંતર : ૧. ૪ પીડીઉ ૪ પાપીઓ (“પાડૂકને બદલે). ૨ ટ કે વિનય વિવેક વિલાસ સિવું.; ૪ વિલાસનઉં. પાક્ય : ૪ પ્રતના પીડીઉ' પાઠને સ્થાને પાડૂકનું વ્યાપક પાઠાંતર મળે છે. એનો અન્વયાર્થ વધુ બંધબેસતો થતો હોઈ એ પાઠ સ્વીકાર્યો છે.
વિષયકલણ વિસમી ઘણઉં, ઉંડી અનઈ અતાગ,
મૃતક જ્ઞધધઈ પડયલ, ધરમ તણી નહીં લાગ. ૪૬ ગદ્યાનુવાદ : વિષયનું કળણ ઘણું વિષમ, ઊંડું અને અતાગ છે. એમાં ખૂંપેલો જગતના ફંદામાં પડ્યો છે. એને ધર્મનો કોઈ લાગ મોકો) મળતો નથી. પાઠતર : ૧. ઇ નદી (“ઘણઉને બદલે); ૪ ઉડી નહી અથાગિ. ૨ ૪ જગબંધી ગહિલ ૩, ૪ ગવેધય પડિ6.
જિનમારગિ ધાર્યું કરઈ, મયણ થઈ અવધૂત.
કણ સેવઈ તે પાપીઉં, નરગ તણી જે દૂત. ૪૭ ગદ્યાનુવાદ : મદન ઉન્મત્ત બનીને જિનદેવના માર્ગમાં ધાડ પાડે છે. નરકનો જે દૂત છે એવા એ પાપિયાને કોણ સેવે ? પાઠાંતર ઃ ૨. ૪ નગર (“નરગને બદલે; ૨૨. ઇ. , ૪, ૪ તે દૂત.
મીઠઉ લાગઇ સેવતાં. વિષય તરઉ મધુબિંદુ,
પરબત પરિ દોહિલિમ કરઈ શરદવનઉ આણંદ. ૪૮ ગદ્યાનુવાદ : વિષયનું મધુબિંદુ સેવતાં ભોગવતાં) મીઠું લાગે છે. પણ (તે) પર્વત જેવડું દુઃખ કરે છે, ને સરસવ જેટલો આનંદ આપે છે. પાાંતર : ૨. ન પર્વતિ; આ સમ; ઘ દોહિલિ 2 દાહ જ.
- જનમ તણી જિહાં કડલી, જીવ તણી તિહાં રાશિ.
ઈમ જાણી મૂરખ વિના કવણ પડઈ તે પાસિ. ૪૯ ગદ્યાનુવાદ : જન્મની જ્યાં કુંડળી છે ત્યાં જીવની રાશિ છે. એમ જાણીને, મૂરખ વિના (અન્ય) કોણ તેના પાશમાં પડે ? વિવરણ : પહેલી પંક્તિમાં કવિને શું અભિપ્રેત છે અને એનો અહીં શું સંબંધ છે તે અસ્પષ્ટ રહે છે. પાઠાંતર ઃ ૧. ગ, ૩ તિહાં (જિહાંને બદલે); ગ, ૪ જીવી; ગ ર જિહાં (“તિહાંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org