________________
અમદાવાદની સૂક. ૨૬૪૫ વાળી)ને “ગુણરત્નાકરછંદ' કૃતિની વાચના માટે, મુખ્ય પ્રત તરીકે સ્વીકારી છે.
આમ તો અહીં ઉપયોગમાં લેવાયેલી ૧૦ હસ્તપ્રતોમાં સૌથી વહેલું લેખનવર્ષ (સં.૧૯૧૮) ધરાવતી હસ્તપ્રત રવ છે. પણ રવ પ્રતના અનેક પાઠો ભ્રષ્ટ જણાયા છે. અને તેને કારણે કૃતિની વાચના માટે મુખ્ય આધાર રૂપે એ સ્વીકારી શકાય એમ નથી. કેટલાંક ઉદાહરણો જોઈએ.
૧. “વત્રિસુ ગુણ ધૂલિભદ્રસ્સ' (૧.૧૮.૨)*
આ ચરણમાં રવ પ્રતમાં ‘ગુણ પાઠ નથી. ૨.જે નર ચલઈને સ્થાને રવ પ્રતમાં “જિ ન ચલ્લઈ' છે. (૧.૨૪.૨)
૩.“અંગિ થકી આલસ સવિ છેડઉને સ્થાને રવ પ્રતમાં “અંગ થકી આલસ છડઉં' છે. (૧.૪૦.૧)
૪. “બાજી બોલ કહઈ ભાવાલાને સ્થાને ૨૪ પ્રતમાં બાજી લોક કહઈ ભામાલા લા” છે. (૧.૫૭.૧)
૫. સમરાવી ને સ્થાને રવ પ્રતમાં માત્ર વી” છે. (૩.૩૭૧)
૨૪ પ્રત પછીના ક્રમે લેખનસંવત ધરાવતી બે પ્રતો ગ અને છે. ગ પ્રતનો લેખનસંવત ૧૬૪૩ અને ઘ પ્રતનો લેખનસંવત ૧૬૭૦ છે. એ પછીના ક્રમે છે પ્રતનો લેખનસંવત ૧૭૧૬ છે.
પણ ૪ પ્રતને મુખ્ય પાઠ માટે એટલા માટે સ્વીકારી છે કે આ પ્રત અત્યંત સ્વચ્છ, સુંદર, સુઘડ અક્ષરોવાળી તો છે જ, પણ સાથે સાથે, ચારણી છંદો સમેત વિવિધ છંદોમાં રચાયેલી આ કૃતિના છંદોલયને, થોડાક અપવાદો બાદ કરતાં, બહુ જ ચુસ્તતાથી જાળવે છે. સાથે સાથે એ પણ માલુમ પડ્યું છે કે એમાંની કડીઓના અંત્યાનુપ્રાસ, આંત»ાસને પણ ચુસ્ત રીતે વળગી રહેવાનું વલણ આ છ પ્રત જ વિશેષ ધરાવે છે.
અનેક જગાએ એવું લાગ્યું છે કે અન્ય પ્રતોના પાઠ કરતાં આ હસ્તપ્રતના પાઠો જ કૃતિના આંતર-બાહ્ય સૌંદર્યને કાવ્યાત્મક ઓપ આપવામાં વધુ સહાયક બની શકે એમ છે.
ઉદાહરણ તરીકે આ પંક્તિ જુઓ (૧.૮.૨) : રવિશશિમંડલ કુંડલ કિલ્કા, તારા મસિ મુગતાફલ વિદ્ધા.”
પંક્તિના છેલ્લા શબ્દનું ક્રિયારૂપ ર૩ પ્રત ‘કીદ્ધા આપે છે. ગ પ્રતિ લિધા’ * અંકોનો ક્રમ ૪ પ્રતમાં કૃતિનો અધિકાર, તે અધિકારની કડી, અને તે કડીની પંક્તિ સૂચવે છે. અન્ય ઉદાહરણોમાં પણ એમ જ સમજવું. ૧૫ર / સહજસુંદરકૃત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org