________________
પ્રતપરિચય અને પાઠસંપાદપદ્ધતિ / ૧૫૩ આપે છે અને તે પ્રત લીધાં આપે છે. જ્યારે જ પ્રત વિદ્ધા આપે છે. અહીં પંક્તિનો અર્થ તો રવ. ગ, ઘ એ ત્રણ પ્રતોમાંનું કોઈપણ ક્રિયારૂપ મૂકીને બેસાડી તો શકાય, પણ ર પ્રતનો પાઠ સ્વીકારતાં ક્રિયારૂપ બેવડાય છે. ૪ પ્રતના “કીદ્ધા પાઠ કે ગ, ઇ પ્રતોના લિધા’ લીધાં” પાઠ કરતાં ૬ પ્રતનો ‘વિદ્ધા” પાઠ જ વધારે કાવ્યોચિત ઠરે છે. સૂર્ય અને ચંદ્રનાં કુંડળ કર્યા અને તારા રૂપી મોતી એમાં જડ્યાં– પરોવ્યાં' આવું ચિત્ર “વિદ્ધા” પાઠ સ્વીકારવાથી મળે છે. , ૩ સિવાયની કોઈ પ્રતમાં આ “વિદ્ધા પાઠ નથી, બધે ઉચ્ચારભેદે કીધા” કે “લીધા' જ મળે છે.
પાડલપુરનું વર્ણન કરતી એક પંક્તિ જુઓ (૧:૪૮.૨) : સૂર વહઈ નિતુ કરિ કોદંડહ, કહ તીર નવિ દેહ કો દંડહ.” અહીં ૨૪ પ્રતા છેલ્લા ચરણનો પાઠ આ પ્રમાણે આપે છે : કહ તીરઇ નવિ દિઇ કો દંડહ.” ગ પ્રત પાઠ આ પ્રમાણે આપે છે : “કહિ તીરિ નવિ દીસિઈ દંડહ.”
પ્રત પાઠ આ પ્રમાણે આપે છે : “કહિ તીરિ નવિ દિઈ કો દંડહ”
ગ પ્રતના “દીસિઈ' પાઠને કારણે અને “કો’ નીકળી જવાને કારણે કોદંડહ – “કો દંડહમાંની યમક-ચમત્કૃતિ જ ચાલી જાય છે. કવિ આ કૃતિમાં અનેક જગાએ અને પાડલપુર નગરીના વર્ણનમાં પણ યમક પ્રયોગ કરતા હોવાથી અહીં એ તક ચૂક્યા નથી જ.
ર૩ અને ૪ પ્રત જ્યાં અનુક્રમે “દિઈ’ ‘દિઈ' પાઠ આપે છે ત્યાં $ પ્રત દેહ પાઠ આપે છે. અહીં અર્થ તો દેનો જ છે (= આપે); પણ “કહે “દંડહ શબ્દોના હકારના ઉચ્ચારણ સાથે દેહ ક્રિયારૂપનો પણ હકાર ભળવાથી એક વિશિષ્ટ લયછટા - લયસૌંદર્ય જળવાય છે.
કાવ્યસૌંદર્યનાં આવાં અનેક સ્થાનો ૪ પ્રતમાં જળવાયાં હોઈ તક પ્રત જ કૃતિની વાચના માટે વધારે પસંદગી યોગ્ય જણાઈ છે.
પ્રતમાં આગળની પ્રતોની ઠીકઠીક કડીઓ નીકળી ગઈ છે. આ પ્રતમાં બીજા અધિકારમાંથી ૩, ત્રીજા અધિકારમાંથી ૧૦ અને ચોથા અધિકારમાંથી ૬ કડી ઓછી થઈ ગઈ છે. સામે ચોથા અધિકારમાં ૨ કડી નવી ઉમેરાઈ પણ છે. એટલે એ પ્રત સુધારાવધારાવાળી જણાય છે. આથી ૬ સુધીની નો લેખનસંવત વિનાની છે. ૮ પ્રતમાં લગભગ બધે સ્થળે ‘અઈનો “થઈ ગયો છે. ૪ પ્રતમાં ભ્રષ્ટ પાઠોનું પ્રમાણ સારું એવું છે.
આમ સંપાદન અને પાઠાંતરો માટે પસંદ કરેલી થી 8 સુધીની કુલ ૧૦ હસ્તપ્રતોમાંથી મુખ્ય પાઠ માટે $ પ્રતની પસંદગી જ સર્વશ્રેષ્ઠ જણાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org