________________
બીજો અધિકાર / ૨૨૫ નવનવ નર પિmવિ આપ જઉં આપિસિ પાડી, પર ઘરની તું રિદ્ધિ લેસિ. કિમ જગની લાડી, કુલ જાતિ રીતિ લોપ્યા પછઇ, પછતાવઉ તુઝનઈ હસ્યાં,
કહઈ કહાં રે દાસિ દીકોડલી, હસઈ નહીં કારણ કિસ્યઈ. ૬૦. ગદ્યાનુવાદ : વડીલ વેશ્યા કહે છે, “હે કોશા, સાંભળ. અધિકો પ્રેમ કરીએ નહીં. જેમ લુખી જીભ (સ્વાદને, સમજે નહીં તેવી આપણી જાતિ કહેવાય છે. નવાનવા પુરુષ જોઈને પોતાની જાતને તું પાડી નાખીશ તો જગતની લાડી એવી તું પર ઘરની રિદ્ધિ કેમ લઈશ ? કુળ-જાત-રીત લોપ્યા પછી તને પસ્તાવો થશે. રે દાસી દીકરી, કહે કહે, શા કારણે તું હસતી નથી ?' વિવરણ : જેમ ગૃહિણીને એમનો કુલાચાર, એમ વેશ્યાને પણ એમની જાતિનાં આગવાં આચાર અને રીતિનીતિ. વડીલ વેશ્યા કોશાને પોતાનો ગણિકાધમ નહીં છોડવા એટલેકે કોઈ પુરુષ પ્રત્યે અધિકો પ્રતિભાવ નહીં દર્શાવવા સમજાવે છે. વેશ્યા જાતિ માટે અપાયેલી લુખી જીભની ઉપમા ધ્યાન ખેંચશે જ. પાઠાંતર : ૧. રર, ઇ, ૩, ૪ એક ('અક્કાને બદલેકહઈ (“ભણઈને બદલે); સુ, ટ, ૩ નવિ ૪ કરિન્જ ધરીન્જઈ ૩, ૪, ૪ કીજ. ૨. ૨૩. ગ, ઘ, . છે, ૫, રૂ. ૩ પંક્તિ આ પ્રમાણે : લુખી જીભ સમાન જાતિ આપણી ભણી જઈ'; ૮ તીખી (લુખિને બદલે). ૩. ઇ .આપ આપઈ જુ પાડી. ૫. ૨૩, ગ, ઘ, ૪, ઇ, ૩. ૮, ૪ કુલ રીતિ. ચાલિ.; ૩ કુલાચાલિ (કુલ જાતિને સ્થાને); 1 હુસ્યો. ૬. ઇ કહિ નારિ દાસિ; ર૬ કોલડી; હમેં કારણ કિસેં.
હસઉ કિસ્યઉં રે માય સાલ મન માંહિ પીઠઉં, હેવ ઊડાડઉં કેમ, હાથિ પોપટ્ટ બીઠ, અક્ક નહીં રે અક્ક, અંબ એ સુરતરુ સરિખ, દેશ્યઈ નવઈ નિધાન, પુરુષ પરષોત્તમ પરખુ ન ન વેધ ભેદ વલ્ય ટલઇ, મ મ વારુ ચંદામુખી,
ઈમ સુણી વયણ કોશ્યા તણાં, મિલી તવ સઘલી સખી. ૬૧ ગદ્યાનુવાદ : રે માતા, હું કેવી રીતે હસું ? મારા મનમાં શલ્ય (ખટક) પેઠું છે. હાથ ઉપર પોપટ બેઠો છે, તેને હવે કેમ ઉડાડું ? અક્કા, એ (સ્થૂલિભદ્ર) આકડો નથી, પણ સુરતરુ (કલ્પવૃક્ષ) સરખો આંબો છે. તે નવેય નિધાન આપશે. એ પુરુષને હું પુરષોત્તમ તરીકે જોઉં છું. (એનાથી) વીંધાવું ને ભેદવું ટાળ્યું ટળે તેમ નથી. માટે હે ચંદ્રમુખી, મને અટકાવ નહીં.”
કોશાનાં આવાં વચન સાંભળી સઘળી સખીએ ત્યારે એકઠી મળી. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org