SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ લીલા લટકતd, કર ઝટકતઉ, ક્ષ િચટકત, વિલનંતઉં, પુછવીતલિ પડતઉં, પુત્ર આખડતલ, ન રહઈ રડતઉ, ઠકતઉ. ૨૦ ગદ્યાનુવાદ: ચમકતો, ઘમઘમ કરતો, રમઝમ કરતો, ઠમકતો (પુત્ર) ચાલે છે. સુંદર દેખાતો, મુખે બોલતો, હૃદયમાં હર્ષ પામતો, રૂદન કરતો, ક્રીડાસભર લટકાં કરતો, હાથ ઝાટકતો, ક્ષણમાં ચાનક અનુભવતો, ઉદાસ થતો, જમીન ઉપર પડતો, આખડતો પુત્ર રડતો, ઠણકલું કરતો (રહીરહીને રડતો) અટકતો નથી... વિવરણ : બાળ સ્થૂલિભદ્રની વિવિધ ક્રિયાઓ, ચેષ્ટાઓ, એ સહનું ત્વરિત થતું સંક્રમણ – એનું એક સુંદર સ્વભાવોક્તિચિત્ર અહીં છે. એ માટે કવિએ એક સાથે કેટલાં ક્રિયારૂપોને ઉપયોગમાં લીધાં છે ! થોડી થોડી માત્રાએ આવતા તાલ, યતિ અને શબ્દાનુપ્રાસ દ્વારા લીલાવતી છંદોલયની છટા અને નાદસંગીત માણી શકાશે. પાઠાંતર : રવ, ગ છંદનું નામ નથી . ૪, ચાલિ છંદ હાટકી ૪ લીલાવલી દ રુ, ૪ છંદ. ૧ ઇ તુ ચાલઈ; ૪ થમમિકતઉ ટ ઘમઘમ કરતુ ટ રમઝમ કરત: ૨૨, ૪, 2 ચમકંત (‘ઠમકતઉ'ને બદલે). ૨ ૩ રૂઅડુ દીસંતુ હય હીસંતુ મુખિ બોલંતુ રીખંતુ; ૨૪ હય ટ હીંડે (હીને બદલે; ૩ બીજી પંક્તિ નથી. ૩ ગ આખી પંક્તિ આ પ્રમાણે : “લીલા લટકંતુ કર ઝટકંતુ સુત આખડતુ નર રડતુ; આ “ક્ષણિ ચટકંતઉ' નથી. ૪ ગ આખી પંક્તિ આ પ્રમાણે : “પહુવતલિ પડતુ ક્ષણ ચટકંતુ વિલબંતુ નઈ ઠણકંતુ'; રવ, ગ, ઘ, ૨, ૪, ૫, ૭, ૮, ૩ સુત (પુત્રને બદલે); રવ ન રહઈ રડતઉ નથી; “ન' નથી. ધાઈ તવ માતા, થશહર માતા, દૂધિભય તે મુનિ ઠવી, રાખઈ વલિ રીત૭, રહઈ વિગોતી પરિણિ પોતઉ માય ચવાઈ, પાલણઈ પઢાડઈ, વસ્ત્ર ઓઢાડઈ, બહિનિ રમાડઈ, લલીઅ લલી, સિણગાર સુહાવઈ, લાડ કરાવઈ વર પહિરાવઈ, લિ વલી. ૨૧ ગદ્યાનુવાદ:ત્યારે માતા દોડી આવે છે, દૂધથી ભરેલા પુષ્ટ સ્તન તેના મુખમાં મૂકે છે અને એને રડતો અટકાવે છે. બાળક) વ્યાકુળ થાય છે. પહેરવામાં પોતડી છે માતા એને બોલે છે એટલે બોલાવે છે. પારણે પોઢાડે છે, વસ્ત્ર ઓઢાડે છે. લળીલળીને બહેન રમાડે છે, શણગાર સજાવે છે, લાડ કરાવે છે અને વળી ઉત્તમ ઝૂલડી પહેરાવે છે. વિવરણ: બાળકનાં પાલનપોષણ-ઉછેરની માતાની વિવિધ ક્રિયાઓનું ગત્યાત્મક સુંદર સ્વભાવોક્તિચિત્ર. પહેલી પંક્તિમાં “માતા - માતાજીનો યમકપ્રયોગ જુઓ. બીજી પંક્તિમાં “રોતઉ, વિગોતઉ, પોતઉ', ત્રીજીમાં પુઢાડઈ, ઓઢાડઈ, રમાડઈ' અને ચોથીમાં “સુહાવઈ, કરાવઈ, પહિરાવઈ' જેવાં ક્રિયારૂપો દ્વારા શબ્દાનુપ્રાસની આગવી ભાત ધ્યાન ખેંચે છે. ૨૧૦ | સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy