________________
અંતઃકરણપૂર્વક અભિનંદન
ડૉ. કાન્તિભાઈ બી. શાહનો શોધપ્રબંધ, હવે, “સહજસુન્દરકૃત ગુણરત્નાકરછંદના શીર્ષકથી પ્રસિદ્ધ થાય છે એનો આનંદ છે. સહજસુન્દરકત “ગુણરત્નાકરછંદ' મધ્યકાલીન ગુજરાતી જૈન પરંપરાના સાહિત્યની, આશરે, પાંચસો વર્ષ જેટલી જૂની, કૃતિ છે. આ અપ્રગટ રહેલી કૃતિની દશેક હસ્તપ્રતો ઉપલબ્ધ થઈ. અને ડૉ. કાન્તિભાઈ શાહને એ હસ્તપ્રતોનો અભ્યાસ કરતાં, એક અધિકૃત સમીક્ષિત વાચના તૈયાર કરવાનું ‘સૂઝયું. સંશોધકદષ્ટિથી પાઠાંતરો નોંધીને પાઠ-સ્વીકૃતિ માટેની શાસ્ત્રીય છણાવટની રીતિ દ્વારા પસંદગીની પદ્ધતિએ તેમણે અધિકૃત વાચના તૈયાર કરીને, અહીં પ્રકાશિત કરી છે. આ સાથે “ગુણરત્નાકરછંદના યૂલિભદ્ર અને કોશા ગણિકાના વિશિષ્ટ કથાનકનેય, એની વિશાળ પરંપરાની ભૂમિકા સાથે, આસ્વાદશૈલીમાં પ્રસ્તુત કર્યું છે. કૃતિનો ભાષાસંદર્ભ, આપણા સમયથી ખાસ્સો દૂરનો હોઈ, કૃતિગત શબ્દકોશ અને કૃતિનો અવાચીન ગુજરાતીમાં ગદ્યાનુવાદ વાચકો માટે ઉપકારક થશે જ. જીવનનો ચરિતાર્થ શેમાં, અને એ દિશામાં પ્રસ્થાન કરવા ઈચ્છુકની તિતિક્ષાની સંભવિત ભૂમિકાઓ કેવી હોય, એનો, મૂર્ત, સ-રસ અને પરિણામકારી ઉપદેશ સંપડાવતી આ કૃતિનું પ્રકાશન, સંશોધન અને સાહિત્ય ઉભય ક્ષેત્રે સમૃદ્ધિરૂપ બની રહેશે ડૉ કાન્તિભાઈ બી. શાહને, અંત:કરણપૂર્વક અભિનંદન. ૨૩–૩–૧૯૯૮
ડો. સુભાષ દવે વડોદરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org