SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો અધિકાર / ૨૭૯ ‘અહ્મારું' “તુહ્મા પાઠ ઉચ્ચારભેટે આપે છે. પણ વિષયસંદર્ભે મુખ્ય પ્રતનો પાઠ સંગત . અને બંધબેસતો જણાતાં યથાવત્ રાખ્યો છે. દુહા યૂલિભદ્ર વલતઉં ભણી, કરું વિમાસી કાજ, તવ બઈઠ આલોચવા, ગિરૂઉ શ્રી કવિરાજ. ૩૧ ગદ્યાનુવાદ: સ્થૂલિભદ્ર વળતું કહે છે, “વિચારીને કાર્ય કરું.’ ત્યારે ગરવા શ્રી કવિરાજ વિચાર કરવા બેઠા. પાઠાંતર: ૧.૪ વિસિ કાજ. ૨. ન જવ (“તવાને બદલે); ર બોલ્યો (“બઈઠઉને બદલે. હું નવિ જાઉં સાચવી ભૂપતિ સાપ-કરંડ, કરતાં ઓલગ દેહિલી, દૂહAઉ કરઈ સુસ. ૩૨ ગદ્યાનુવાદ : “રાજા રૂપી સપનો કરંડિયો હું સાચવી જાણું નહીં. એની દોહ્યલી સેવાચાકરી કરતાં દુભાયેલો તે (રાજા રૂપી સર્પ) તીવ્ર દંશ આપે ! વિવરણ: સ્થૂલિભદ્રના આંતરવિમર્શની પળોમાં રાજા કેવો હોય છે તેની આલોચના થઈ છે. (કડી ૩૨થી ૪૦) પાઠાંતર : ૨, ૩, ૪ સોંડ ગ, ઘ, , ૩, ૪ સુદંડ/સદંડ; ટ કરસિ દંડ. હવડાં છઉં વસિ આપણઈ, જિમ કીજઇ તિમ હોઇ, પરવસિ પાસિ પડ્યા પછી, બલ નવિ ચાલઈ કોઈ. ૩૩ ગદ્યાનુવાદ : હમણાં તો પોતાને વશ છું. જેમ કરીએ તેમ થાય. પણ) પરવશતાના પાશમાં પડ્યા પછી કાંઈ જોર ચાલે નહીં. પાઠાંતર ઃ ૧. ર૩ હિત છાડ વસિ; ર૩, ૪ છે/છS (“છઉ'ને બદલે). રાજા જવ લગઈ પાધર, તવ લગિ તે પરધાન, ચાલ ચલાવઈ આપણ૩, સુખ વિલસઈ ગુણવાન. ૩૪ ગદ્યાનુવાદ : રાજા જ્યાં લગી સીધો હોય ત્યાં લગી જ તે પ્રધાન પોતાની ચાલ ચલાવી શકે અને એ ગુણવાન સુખે વિલસી શકે. પાઠાંતર : ૧. ર૩, ૪, ૪, ૪ તા/તાં તેને બદલે); લઇંગઈ (લગિ’ને બદલે). ૨. 1 ગુણવાનિ જ ગુણવંત. - મદિ ચડીઉં ઊતર ન થઈ, જણજણ કરઈ પોકાર, | પરવરીe પગલાં ભરઈ, પથદલ નઈ અસવાર. ૩૫ ગદ્યાનુવાદ : મદે ચડેલો તે (રાજા) ઉત્તર આપે નહીં. દરેક જણ પોકાર કરે. પાયદળ ને અસવારથી વીંટળાયેલો તે પગલાં ભરે. પાઠાંતર : ૧. રદ ચડિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy