SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ છંદ હાટકી પથદલ અસવાર, તલાર મસારા, માગઈ તે કર જોડિ. પ્રધાન તણાં મંદિર સહુ આવઈ, લાવઈ કચાણ કોડ, ખાંપાઈ જિમ ખીજડ, વછરી વેગડ આપઈ સહુ પંચાસ, થરહર સહુ કાંપઈ, પર ઘર ચાંપબ માંડઈ મોટઉ વાસ. ૩૬ ગદ્યાનુવાદ : પાયદળ, અસવારો, કોટવાળ હાથ જોડીને વેતન માગે છે. પ્રધાનને આવાસે સહુ આવે છે ને કોટિ સુવર્ણ લાવે છે. ખીજડાની જેમ પ્રતાપી દુશ્મનને ઉજેડી નાખે છે અને તે પચાસ-સો (સુવર્ણદ્રવ્ય) આપે છે. સહુ થરથર કાંપે છે. પ્રધાન) બીજાનું ઘર ચાંપે છે – દબાવે છે અને પોતાનો મોટો આવાસ માંડે છે. વિવરણ: આ કડીમાંનો વિચાર એકદમ સ્પષ્ટ થતો નથી. પણ સ્થૂલિભદ્રના મનમાં રાજા અને રાજ્યતંત્ર વિશે જે વિચારચક્ર ચાલે છે એના ભાગ રૂપે આ ચિત્ર છે. પાઠાંતર : આ છંદનું નામ નથી. ૧. 1 તરલ (તલારને બદલે); ર૩ સુસીરા . ટ સુઆરા ૪, ૫, સુમારા (મસારાને બદલે); ૮ માંગત જન કર જોડિ; ૩, ૪ બે કર. ૨. ૨૨, , ઘ, ચ, છ, , ૩, ૪ પ્રધાનપણમાં જ તે આવઈ; કંકણ કોડિ. ૩. ઇ પોખઈ જિમ; આપી સુ પંચાસ. ૪. ૩, ૪ મોટા વાસ; ૨૨ અવાસ. ઘોડા ઘણ છયલ ખરા સમરાની કીજઈ સરલ સનેભત્ર, નગરી પુર પાટણ ગામ નવેસે કલવા કરસણ ખેત્ર, સહ દેસિ વસિ કરીનઈ ચાકર મરમ અણાવઈ લેખ, માગ્યઉં નવિ આલઈ તેહનઈ ઝલ, કડ કરી સરેખ. ૩૭ ગદ્યાનુવાદ : ઘણા ચતુર (દક્ષ, કુશળ) ઘોડાને શણગારી, તેમને લગામ નાખીને વિનયી બનાવવામાં આવે છે. નગર, પુર, પાટણ, ગામ અને નિવેશમાં ખેતરના વાવેતરનો અંદાજ કઢાવે છે. સઘળા દેશવિદેશમાં ચાકર રાખીને મોકલીને) ખાનગી લેખ મગાવે છે. માગેલું ન આપે તેમને સૈન્યનો બરાબર ઘેરો નાખીને પો છે. વિવરણ : “છયલ'ને સ્થાને બયલ' પાઠાંતર મળે છે. એ પાઠ લઈએ તો બયલ ૮ બેલ = બળદ થાય. અહીં “ઘોડાને માટે વપરાયેલા સુનેત્ર' શબ્દનો અર્થ લગામ નાખેલાએમ સમજવો જોઈએ. નેત્ર = નેતરું. પણ અહીં ઘોડાના સંદર્ભમાં નેત્ર = લગામ.નવેસ = નિવેશ, ગામથી નાનું ઘટક. પાઠાંતર : ૧, ૨, ૪ બયલ જ બદલા; ૨૨, રખરા વી કીજઈ ઇ ખરા વી ખીજઇ જ ખરા સુહેલા જ ખરા તિહાં સમરવિ (ખરા સમરાવી’ને બદલે); દીજૈ સરલ; a સરલાં નેત્ર. ૨. ગ નગર (ગામને બદલે); ૨૨, ૫, , , , ૪, ૮, ૪ કરવા (‘કલવાને ૨૮૦ | સહજસુંદષ્કૃત ગુણરત્નાકરછંદ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy