________________
શરીરે અંગારા જેવો' એ ઉદ્ગાર વધુ ઉચિત હોવાથી મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે.
છોડી ખાટ સુરંગી પાથ, બઇઠી ભૂમિ તાઈ જઈ સાથિર, પાણી ધાન ગમð નહીં દીઠઉં, સંભારઇ પ્રીઉ નામ સુમીઠઉં. ૭૪ ગદ્યાનુવાદ : બિછાવેલી સુરંગી ખાટ છોડીને તે જમીનની પથારીમાં જઈ બેઠી. અત્ર અને પાણી દીઠાં પણ ગમતાં નથી. પ્રિયનું સુમધુર નામ સંભારે છે. પાઠાંતર : ૧. ૬, ૭ સુગંધી ૪ સુહાસણ (સુરંગી’ને બદલે); ટ વિલ સાથ. ૨. ૬, ૪ નવિ દીઠઉં; રૂ સાભરઇ ગ, ઘ, ૫ જ મીઠઉં,
પાઠચર્ચા : મોટા ભાગની પ્રતો ૢ પ્રતના ‘સુગંધી’ને સ્થાને ‘સુરંગી’ પાઠ આપે છે. તે વધુ બંધબેસતો જણાવાથી સ્વીકાર્યો છે.
સાધારણ નારી જે ભોગિન્નિ, એક પુરુષ ઊપરિ થઈ યોગિન્નિ, તે પણિ વિરતી સીલ ન ચૂકઇ, વેશ્યા તઉહઇ વેધ ન મૂકઇ. ૭૫ ગદ્યાનુવાદ : જે વેશ્યા અને રખાત સ્ત્રી હતી તે એક પુરુષ ઉપર જોગણ બની. વળી વિરક્ત થયેલી તે શીલ ચૂકતી નથી. વેશ્યા છે તોપણ આસકિત (એક પુરુષપ્રીતિ) મૂકતી નથી.
પાઠાંતર : = કડી નથી. ૧. ~ તે એક. ૨. ૮ પિયુ વિણ (‘તે પણિ'ને બદલે); ન વલતી સીલ.
જપમાલી ગુંથઈ ગુણ પરખઇ, જાણે મંત્ર ભણી આકરખઇ,
સાર કરુ તૂસઉ જ્ગદીસહ, ઇણિ પરિ ધ્યાન કરઇ નિશીસહ. ૭૬ ગદ્યાનુવાદ : તે જપમાલા ગૂંથે છે, ગુણ પરખે છે, જાણે મંત્ર ભણીને આકર્ષે છે, હે જગદીશ, તું તુષ્ટ થઈને મદદ કર.' આ પ્રકારે તે નિશદિન ધ્યાન કરે છે. પાઠાંતર : ૧. ર૬, ૬, ૭, ૬, ૪ જવમાલી ટ વનમાલી; ટ ગુણી (‘ભણી'ને બદલે). ૨. જ્ઞ સાર કરે તૂ જગદીસહ ઇ તુ હિ સાર કરઇ જગદીસહ; ગ, ઘ, ચ, છ, ગ, ૐ ધ્યાન ધરઈ.
ઇમ કરતાં આવ્યઉ વરસાલઉ, ઝબકઇ વીજ કરઇ ઘણુ ચાલુ, બાપીઅડુ પીઊ. પીઊ પોકારઇ, મરતાં માણસનŪ લિ મારઈ. ૭૭ ગદ્યાનુવાદ : એમ કરતાં વર્ષાઋતુ આવી. વીજળી ઝબકે છે, અને વાદળ ચાળા કરે છે. બપૈયો પિયુ પિયુ પોકારે છે. મરતા માણસને વળી વધુ મારે છે. પાāતર : ૧. ૬ બહુ ચાલુ. ૨. છ બપ્પીહા; ટ ‘વિલ' નથી.
ગિ ગિ વરસાલઇ વર સાલઇ, માલિ ચડી પ્રીઉપંથ નિહાલઇ, ચિહું દિસિ ચાહઈ પ્રાણ ચિંતામણિ, પણિ પેખઇ સઘલઇ કોલામણ. ૭૮ ૨૯૨ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org