________________
ત્રીજો અધિકાર / ૧૯૩ ગદ્યાનુવાદ: વરસાદમાં (વષકાલમાં) ડગલેડગલે વર (કંથ) સાલે છે. મેડીએ ચડીને પ્રિયનો પંથ નિહાળે છે. ચારે દિશામાં પ્રિય રૂપી ચિંતામણિની પ્રતીક્ષા (ઝંખના) કરે છે. પણ સઘળે સ્ફટિકખંડ (કાચનો ટુકડો) જ જુએ છે. વિવરણ : બીજી પંક્તિમાં મનની ઝંખના અને વાસ્તવિકતા વચ્ચેનું વિરોધચિત્ર. પાઠાંતર : ૧. ૨, ૩ વરસાલો લુ; આ ‘વરસાલઈ' નથી; ટ નાલે (“વરસાલઈને બદલે). ૨. ન દેખી છ પેખઈ (“ચાહને બદલે). - હવઈ સંબંધ હૂઉ જે પાછલિ. સુણિયો રાય પત્રલે વાચાછલિ.
મોટઉં કામ કર્યઉં તઈ કરમી, ગુણ બોલઈ મરમી જિનધરમી. ૭૯ ગદ્યાનુવાદ: હવે, પછી જે વૃત્તાન્ત થયું તે સાંભળજો. રાજા વાહ્મપંચમાં સપડાયો. હે કરમી, તેં મોટું કામ કર્યું. જ્ઞાની જિનધર્મી જિનધર્મનો મર્મ જાણનાર) એના ગુણ બોલે છે. પાઠાંતર ઃ ૧. ૨ સુણજો ૪ સુપાયો ‘સુણિયો'ને બદલે). ૨. ૪ કાજ કર્યઉં, ટ સઘલા જિનધરમી.
સઘલા લોક મિલ્યા રવિરાઉલિ, સુહવિ નારિ વધાવઈ ચાઉલિ,
ભરિ ભાણાં અગાણાં લાવઈ, સાસનદેવિ મિલી ગુણ ગાવઈ. ૮૦ ગદ્યાનુવાદ: સઘળા લોક રાજદરબારમાં મળ્યા. સૌભાગ્યવતી નારી ચોખાથી વધારે છે. અખિયાણાં (અક્ષત અનાજનાં) ભાણાં ભરીને લાવે છે. શાસનદેવી મળીને ગુણ ગાય છે. પાઠાંતર: ૪ કડી નથી. ૮ પ્રતમાં ૪ પ્રતની ૮૦મી અને ૮૧મી કડીઓની પંક્તિઓ એકબીજીમાં વહેંચાઈ ગઈ છે. ૪ પ્રતની ૮૧મી કડીની રજી પંક્તિ ૮૦મી કડીની ૧લી પંક્તિ; $ પ્રતની ૮૦મી કડીની રજી પંક્તિ ૮૧મી કડીની ૧લી પંક્તિ. ૧. આ સબલા; રવ મિલો રણ, છ રાઉલ; ર૩, ૩, ૪ સૂહવ; છ ચાઉલ. ૨. આ દેવ; ૪ વધાવઈ (‘ગુણ ગાવઈ’ને બદલે).
ઉઘઉ કમલ- કોમલ ઝીણલું, પડઘઉ પશિ લીધઉ લાખીશ,
શ્રી સંભૂતિ સુગુરુનઈ પાસઈ, આવી અંગોપાંગ અભ્યાસ. ૮૧ ગદ્યાનુવાદ : કમળ જેવો સુકોમળ ઝીણો ઓઘો (રજોહરણ) લીધો. વળી લાખેણું મૂલ્યવંતું) ભિક્ષાપાત્ર પણ લીધું. શ્રી સંભૂતિ સદ્ગુરુની પાસે આવીને અંગ-ઉપાંગો (શાસ્ત્રો)નો અભ્યાસ કરે છે. વિવરણ : “ઉઘઉ' (ઓશો) અને પડઘો’ પાતરાં) એ શ્વેતામ્બરીય જૈન સાધુનાં આવશ્યક ઉપકરણો છે. ઓઘો તે ઊનમાંથી બનાવેલું રજોહરણ છે જેના વડે બેસતાં પહેલાં જગાને પૂંજી–પ્રમાજીને ઉપયોગમાં લેવાય છે અને અંગ ઉપર ચડી ગયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org