SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ જીવજંતને એનાથી દૂર કરવામાં આવે છે. સાધુ નિરંતર આ ઉપકરણને પોતાની સાથે જ રાખે છે. જ્યારે, પડઘો તે ગૃહસ્થીને ત્યાંથી ગોચરી દ્વારા વહોરેલી રસોઈ મૂકવાનું પાત્ર છે. શ્રી સંભૂતિવિજય તે દીક્ષાર્થી સ્થૂલિભદ્રના ગુરુ, અંગો તે અંગસૂત્રો. એ ગણધરોની રચના છે. એમણે દ્વાદશાંગી – બાર અંગો રચ્યાં હતાં. એ જ રીતે ઉપાંગ-સૂત્રો પણ બાર છે. પાાંતર : ૮ જુઓ ૮૦ મી કડીનું પાઠાંતર. ૧. ૨ પઢગો. સતર ભેદ સંયમ ગુણ વહતાં, ગુરુ પાસઈ સૂધઈ મનિ રહતાં, લઈતાં પુણ્ય તાઉં નિત પાસઉં, ઈમ કરતાં આવ્યઉ ચાઉમાસું. ૮૨ ગદ્યાનુવાદ: સંયમના સત્તર પ્રકારના ગુણ ધારણ કરતાં, ગુરુ પાસે શુદ્ધ મનથી રહેતાં, પુણ્યનો નિત્ય પક્ષ લેતાં પુણ્ય આચરતાં) – એમ કરતાં ચોમાસું આવ્યું. વિવરણ: જૈન શાસ્ત્રો અનુસાર સંયમના ૧૭ પ્રકારના ગુણ આ પ્રમાણે છે : ૧. પ્રાણાતિપાત વિરમણ ૨. મૃષાવાદ વિરમણ ૩. અદત્તાદાન વિરમણ ૪. મૈથુન વિરમણ ૫. પરિગ્રહ વિરમણ ૬. સ્પર્શેન્દ્રિયનિગ્રહ ૭. રસનેન્દ્રિયનિગ્રહ ૮. ધ્રાણેન્દ્રિયનિગ્રહ ૯. ચક્ષુરિન્દ્રિયનિગ્રહ ૧૦. શ્રોત્રેન્દ્રિયનિગ્રહ ૧૧. ક્રોધજય ૧૨. માનજય ૧૩. માયાજય ૧૪. લોભજય ૧૫. મનદંડનિગ્રહ ૧૬. વચનદંડનિગ્રહ ૧૭. કાયદંડનિગ્રહ આ કડીમાં “ચોમાસું એટલે વષકાળ. જૈન સાધુને માટે ચોમાસાનું આગમન મહત્ત્વની ઘટના છે. કેમકે અષાઢ સુદ ૧૪થી કારતક સુદ ૧૪ના ચાર માસ સુધી જેન સાધુ એક જ સ્થળે સ્થિરતા કરે છે; વિહાર કરતા નથી. આવી ચાર માસની જૈન સાધુની સ્થિરતાને માટે જૈન પરિભાષામાં “ચાતુમસિ’ કે ‘ચોમાસું' શબ્દ પ્રચલિત છે. પાઠાંતર : ૧. જી સુધ વહિત (‘ગુણ વહતાં'ને બદલે). ૨. રવ ગુણ ગ હવઈ ૪, વલી (નિતુ'ને બદલે). કો રિષિ માગ ગુરુ આદેસહ, સાપ તણાં બિલિ કૂઈ નિવેશ, સીહ તણઈ બારઈ કો પહચાં, ધૂલિભદ્ર તિવર્ષ આલોચ. ૮૩ ગદ્યાનુવાદ : કોઈ સાધુ સાપના દર પાસે, કૂવાના થાળે નિવાસ કરવા ગુરુનો આદેશ માગે છે. કોઈ સિંહની ગુફાએ પહોંચે છે. સ્થૂલિભદ્ર ક્યાં રહેવું તે વિચારે છે. વિવરણ : “આદેસહ એટલે આદેશ. જૈન સાધુએ જ્યાં ચાતુર્માસ કરવાનો હોય તે સ્થાન માટે પોતાના ગુરુનો આદેશ મેળવવો પડે છે. જૈન ધર્મમાં તપશ્ચર્યાનો મહિમા હોઈ સાધુ કઠિન તપશ્ચય થઈ શકે એવું સ્થાન પસંદ કરે છે. આ કડીમાં શ્રી સંભૂતિવિજયના શિષ્યો ગુરુજી પાસે આવાં સ્થાનોસાપનું દર, કૂવાનું થાળું, સિંહની ગુફા)એ ચાતુર્માસ માટેનો આદેશ માગે છે. ૨૯૪ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy