________________
ત્રીજો અધિકાર / ૨૯૫ પાઠાંતર: ૧, ૨, ૪ કોઈ; ગ . કોઇ બિલિ નિવેસહ; , ૪, ૭, ૮, ૪ કૂપ નિવેશહ. ૨. ૪ બારહ ૪ વલિરઈ (બારઈ'ને બદલે); દ એક (કો’ને બદલે); રવ, ૮ રહિઉં; ૪ આલોચહ.
છંદ હાટકીમ રવિવું આલોચઈ કોશ્યામંદિરિ, પૂરવિ જિહાં કી ભોગ, તેહ નારી પાસઇ રહઉ ચાઉમાસઈ, જઈ જોઉં મનયોગ, કો કઠ વિકઠ કરીનઈ લઈ, મયણ તણઉં ઊધાણ,
જઉં ખાતાંપીતાં મયણ વિહારું, તઉ મુઝ પહુવિ પ્રમાણ. ૮૪ ગદ્યાનુવાદ : તે કોશાના નિવાસે રહેવાનું વિચારે છે, જ્યાં અગાઉ ભોગ ભોગવ્યા હતા. “તે નારીની પાસે ચોમાસું રહ્યું. જઈને મનનો યોગ જોઉં. કોઈ, મદનનો ઊભરો ખૂબ કષ્ટભર્યો છે એમ ગણીને આ (સહવાસ) ટાળે. જો ખાતાંપીતાં મદનને નષ્ટ કરું તો જ મારું પૃથ્વીમાં જન્મ્ય) પ્રમાણ – સાર્થક થાય. વિવરણ: સ્થૂલિભદ્ર કોશાના નિવાસસ્થાને ચાતુર્માસ ગાળવાનો નિર્ણય કરે છે, જ્યાં એમણે બાર વર્ષ ભોગવિલાસમાં વિતાવેલાં. આ નિર્ણયનું કારણ સ્થૂલિભદ્ર પોતે જ મનોમન આપતા હોય એ પ્રકારે અહીં રજૂઆત છે. આ નિર્ણયમાં કામવૃત્તિ સામેનો પડકાર છે. સામાન્ય રીતે તો કામને જીતવા એનાં સ્થાનો ત્યજવાં પડે, પણ અહીં યૂલિભદ્ર તો સામે ચાલીને કામની સોડમાં જઈને કામવિજેતા બનવાનો નિર્ધાર કરે છે.
‘કઠ વિકઠ'ના શબ્દાર્થની બે સંભાવના છે. “કષ્ટ + વિકટ' લઈએ તો વિકટ કષ્ટ, ખૂબ મુશ્કેલ કષ્ટ એવો અર્થ થાય. “કષ્ટ + વિકષ્ટ' પરથી બનેલો ગણીએ તો કષ્ટ + વિશેષ કષ્ટ એમ અર્થ કરવો પડે. પાઠાંતર : ૨૪, ૨, ૪, ૮, ૪ ચાલિ ગ દ જ કડી નથી. ૧. ર૪ રહિલ, ગ વેશ્યામંદિરિ, ૪ જેહ (જિહાંને બદલે); રવ કીધો ભોગ. ૨. ૩ તરુણી (“નારી’ને બદલે); ગ જોઉં જે (જઈ જોઉં ને બદલે); ઇ જઈ જો કર્મયોગ. ૩. ગ કંઠવિકંઠ; આ સમયણ. ૪. રવ, ગ, ઘ, , , , ૮, ૩ કામ (‘મયણ'ને બદલે); ૪ નિવારું (‘વિવારુને
બદલે).
પાઠચર્ચા : ૪ સિવાયની પ્રતો ચોથી પંક્તિમાં ‘મયણ'ને સ્થાને “કામ' પાઠ આપે છે. પણ બન્ને શબ્દો એકબીજાના પર્યાયો જ હોઈ પાઠ બદલવો જરૂરી નથી.
આય નારી કટિક સબલ દલ જીપું, છગ્ય રસ વિગય ગ્રહું નવિ છીપું. ધરમવંત જેહથી જ નાસઈ, પાસઈ રહી ન પડું તે પાસઈ. ૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org