________________
છંદ નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૮૩ કર્યું છે.
- કવિ રાજશાભનો ૨૮ કડીનો ગોડી ઇદ (ર.સં.૧૭૬૫ | ઈ.સ.૧૭૦૯) મળે છે.
રઘુપતિગણિ – રૂપવલ્લભે “ગોડી છંદ', “કરણી છંદ અને ૩૫ / ૩૬ કડીનો જિનદત્તસૂરિછેદ (ર.સં.૧૮૩૯ / ઈ.સ.૧૭૮૩) આપ્યા છે.
છંદસ્વરૂપી લઘુ રચનાઓમાં ઉદયરત્ન (તપા. વિજયરાજસૂરિની પરંપરામાં શિવરત્નશિષ્ય)નો ફાળો નોંધપાત્ર છે. આ કવિએ ૨૩ કડીનો “શંખેશ્વર પાર્વનાથનો શલોકો (અથવા ઇદ) (ર.સં.૧૭૫૯ / ઈ.સ.૧૭૦૩) (પ્ર.), ૧૧ કડીનો ભીડભંજની પાર્શ્વનાથ છંદ પ્ર.), ૭ કડી અને ૫ કડીના બે શંખેશ્વર પાર્શ્વનાથ છંદ (પ્ર.), ૮ કડીનો “ગોડી પાર્શ્વનાથ છંદ (પ્ર.), ૯ કડીનો ગૌતમ સ્વામીનો છંદ (પ્ર.), ૧૧ કડીનો પાર્શ્વનાથ છંદ (પ્ર.), ૧૧ કડીનો મોહરાજા વર્ણન છેદ (પ્ર.), ૧૭ કડીનો “સોળ સતીનો છંદ પ્ર.) જેવા છંદો રચ્યા છે, જેમાં પાર્શ્વનાથ વિષયક છંદોની બહુલતા તરત ધ્યાન ખેંચે છે.
- ર૩ કડીના “શંખેશ્વર પાર્શ્વનાથનો શલોકો (અથવા છંદોમાં શંખેશ્વર તીર્થની ઉત્પત્તિના કારણભૂત કૃષ્ણ અને જરાસંધના યુદ્ધને કવિએ વર્ણવ્યું છે. અહીં કેવળ કથનનિરૂપણ છે. કવિએ બધે ચરણાન્ત પ્રાસ જાળવ્યા છે. એ સિવાય કોઈ કાવ્યગુણ આ કૃતિમાં નથી. એક જ છંદમાં આખી કૃતિ રચાઈ છે.
ભીડભંજન પાર્શ્વનાથ છંદની ૧૧ કડી તોટક છંદની ચાલમાં ગવાઈ છે. ભીડભંજન પાર્શ્વનાથની સ્તુતિ કરતાં કવિએ સંસ્કૃત રણકાવાળા ચરણાન્ત પ્રાસ પ્રયોજ્યા છે. જુઓ :
તોટકની ચાલ ભીડભંજન ભવભયભીતિહર, જયો પાપ્રભ જિન પ્રીતિકર, સેવક મનવંછિત સિદ્ધિપ્રદં, પ્રભુદર્શન કોટી ગમે ફલદે.”
૭ કડીના શંખેશ્વર પાર્શ્વનાથ છંદમાં કવિએ અન્ય દેવદેવીઓની ઉપાસના છોડીને શંખેશ્વર પાર્શ્વનાથની ભક્તિ એકાગ્ર ભાવે કરવાનું કહી એનો મહિમા વિવિધ દાંતો આપીને વર્ણવ્યો છે. ભુજંગી છંદમાં આ કૃતિ રચાઈ છે. જુઓ :
કિહાં કાંકરો ને કિહાં મેર-શંગ ? કિહાં કેસરી ને કહ્યું તે કુરંગ ? કિહાં વિશ્વનાથા કિહાં અન્ય દેવા ? કરો એક ચિત્તે પ્રભુ પાસ-સેવા.'
૫ કડીનો નાનો શંખેશ્વર પાર્શ્વ છંદ જૈનોમાં ખૂબ જ લોકપ્રિય છે અને ઘણો જ ગવાય છે. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ સમક્ષ પ્રબળ ભક્તિભાવે નમ્ર યાચના કરતી આ સ્તુતિ છે. પૂજારીએ બંધ કરેલાં દ્વાર ખોલાવવા માટેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org