________________
૧૮મી સદીમાં નયસુંદરશિષ્યનો ૩૨ કડીનો પાર્શ્વનાથ છંદ મળે છે. કવિ જિનહર્ષનો ૪૭ કડીનો પાર્શ્વનાથ ઘઘર નીસાણી અથવા છંદ) પ્ર.), ૩૭ કડીને “મહાવીર છંદ', ૨૯ કડીનો ગણેશજીનો છેદ', ૨૨ કડીનો “શ્રાવક કરણી સઝાય અથવા ઇદ પ્ર.) તેમજ ૪૭ કડીનો ક્લોધી પાર્શ્વનાથ બૃહત્ સ્તવન / ઈદ પ્ર.) મળે છે. એમાંથી પાર્શ્વનાથ ઘઘર નીસાંણી પાર્શ્વનાથની સ્તુતિ કરતી મુખ્યતયા હિંદી ભાષામાં ૪૭ સવૈયામાં રચાયેલી કૃતિ છે. સવૈયાની એક કડી જુઓ :
સુખસંપતિદાયક નરસુરનાયક પરતિક પાસ નિણંદા હૈ, જાંકિ છબિ કાંતિ અનોપમ ઉપમ દીપતિ જાણિ જિગંદા હૈ, મુખજોતિ ઝિગામિ ઝગમગિ ઝગમગિ પુનિમ પૂરણ ચંદા હૈ, સબ રૂપ સરૂપ વખાણેત્ત ભૂપ સો તુંહી ત્રય ભુવણંદા હૈ.”
મહાવીર છંદની અંતિમ કડી છપ્પયમાં છે. એમાં મહાવીરને વિવિધ ઉપમાનોથી વર્ણવાયા છે.
‘તું સુરવૃક્ષ સમાન તુંહી જ સુરકુંભ સમોવડિ, કામધેનું કલિજુગ તુંહી જ સુરમણી તડોવડિ, તું દીપતઉ દીવાણ આણ તોરી આરાધું, વડિમ ચઢાવણ વંસ સસ તાહરઉ સરાહું. ધનધત્ર સિદ્ધારથ પધરા, ધન ત્રિસલા ઉયર ઈં ધર્યઉં, જિનહર જિનવર જયઉ જિણિ આતમ પર ઉદ્ધયઉ.”
“શ્રાવક કરણી સઝાય અથવા છંદ આખો જ ચોપાઇ છંદમાં રચાયો છે. એમાં શ્રાવકજીવનનાં રોજિંદાં પવિત્ર કર્તવ્યો દર્શાવવામાં આવ્યાં છે. એ રીતે આ આખો જ છંદ બોધાત્મક છે. ચોપાઈની એક કડી જુઓ :
“શ્રાવક તું ઊઠે પરભાત, ચ્યાર ઘડી લે પાછલી રાત,
મનમાં સમરે શ્રી નવકાર, જિમ પામે ભયસાયર પાર.”
લબ્ધિરુચિનો ૩૨ કડીનો પારર્વનાથનો છંદ (ર.સં.૧૭૧૨) પ્ર.) મળે છે આખી કૃતિ તોટકની ચાલમાં રચાઈ છે. જુઓ :
જયજય જગનાયક પારિજન, પ્રણતાખિલમાનવદેવ ગત, શંખેશ્વરમંડણ સ્વામિ જયો, તુમ દરિસન દેખી આનંદ ભયો.”
સર્વ ભય – સર્વ સંક્ટવિમોચન અને રિદ્ધિ-સિદ્ધિદાયક તરીકે શંખેશ્વર પાર્શ્વનાથનો મહિમા એમાં ગવાયો છે.
અંચલગચ્છના કવિ મોહનસાગરે પણ ૧૫ કડીમાં પાર્વનાથજીનો છેદ (પ્ર.) રચ્યો છે. ચોપાઈમાં રચાયેલી આ કૃતિમાં કવિએ વિવિધ સ્થળોના પાર્શ્વનાથનું સ્મરણ
૮૨ / સહસુંદરકૃત ગુણરત્નાકરદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org