________________
છંદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૮૧
અથવા શારદ છંદ' પ્ર.)ની અડયલ્લ છંદમાં રચના કરી છે. એમાં સરસ્વતીને જુદીજુદી શક્તિઓના અવતારરૂપે કવિએ વર્ણવી છે. સરસ્વતીના સૌંદર્યનું અને વસ્ત્રાભૂષણનું વર્ણન આલંકારિક છે. અહીં સરસ્વતીની કૃપાયાચના અને સ્તુતિ કરવામાં આવી છે.
કવિ ગુરુદાસ ઋષિએ ૮ કડીનો નેમિનાથ રેખતા છંદ' રચ્યો છે. એમાં બાવીસમા તીર્થંકર નેમિનાથની સ્તુતિ કરવામાં આવી છે. ‘રેખતા' એ ફારસી-ઉર્દૂ અસરવાળી કવિતા માટે વપરાય છે. કૃતિ અપ્રગટ હોવાથી ફારસી-ઉર્દૂ અસર કેવી ઝિલાઈ છે એ કહી શકાતું નથી. છેલ્લી કડી દુહામાં છે :
મુક્તિસંગ જિઉ પાઇય, ટલહિ જુ સકલ કિલેસ,
મદનમાન જિનિ ખંડિઉ, ધ્યાવો સોઇ જિનેશ.’
શ્રીસાર પાઠકે ૨૧ કડીનો ફ્લોધી પાર્શ્વનાથ સ્તવન અથવા છંદુ' (પ્ર.) રચ્યો છે. અહીં આરંભમાં દુહા અને પછી ભુજંગી છંદ પ્રયોજાયા છે. છંદકૃતિ સ્તુત્યાત્મક છે.
ગુણસાગરસૂરિએ ૨૧ કડીના શાંતિજિન વિનતિરૂપ સ્તવન અથવા છંદ’ (પ્ર.)ની રચના કરી છે. કૃતિ ચોપાઈ છંદમાં છે. એમાં સોળમા તીર્થંકર શાંતિનાથે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી દેશના આપી, સર્વ કર્મનો ક્ષય કરી નિર્વાણ પામ્યા તે વિશેની માહિતી અપાઈ છે. તે અગાઉ શાંતિનાથનો મહિમા વર્ણવાયો છે. કવિની ભાષામાં હિંદીની છાંટ જોવા મળે છે :
શારદા માય નમું શિર નામી, હું ગુણ ગાઉં ત્રિભુવન કે સ્વામી, શાંતિ શાંતિ જપે સબ કોઈ તે ઘર શાંતિ સદ્ઘ સુખ હોઈ, શાંતિ જપી જે કીજે કામ, સોહિ કામ હોવે અભિરામ, શાંતિ જપી જે પરદેશ સધાવે, તે કુશળે કમળા લેઇ આવે.'
૧૭મી-૧૮મી સદી (પૂર્વાર્ધ)ના ગાળામાં થયેલા જ્ઞાનવિમલ – નવિમલે ૨૭ કડીનો ચોવીસ જિનેશ્વરનો છંદ' રચ્યો છે. આ કૃતિનું છંદોવૈવિધ્ય અને છંદોગાન ચારણી છટામાં થયું છે. ચોપાઈ, દુહા, સવૈયા, વૃદ્ધનારાચ, ત્રિભંગી આદિ છંદોમાં ચોવીસે તીર્થંકરોની એક એક કડીમાં સ્તુતિ કરવામાં આવી છે. સવૈયાની એક કડી જુઓ :
અજિત જિણંદ દયાલ માલ વિસાલ નયન, કૃપાલ જુગં, અનુપમ ગાલ, મહામૃગ-ચાલ સુભાલ સુજાનગ બાહુ જુગં મનુષ્યમેં બલીહ મુનિસરસિંહ અબીહ નિરીહ ગયે મુગતિ, કહે નય ચિત્ત ધરી બહુ ભક્તિ નમે જિનનાથ ભલી .જુગતી.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org