________________
પછીની કડીઓ હાટકી છંદમાં છે. અહીં જૈન કથાનકોમાં આવતાં શ્રીપાલ રાજા, મયણાસુંદરી, ચારુદત્ત, પાકુમાર વગેરેનાં દષ્ટાંતો નોંધીને કવિએ નવકારમહિમા આલેખ્યો છે. હાટકી છંદની એક કડીમાં કવિએ પંચસંખ્ય વિષયોની નોંધ કરી છે.
પંચ પરમેષ્ઠી જ્ઞાન જ પંચાહ પંચ દાન ચારિત્ર, પંચ સાય, મહાવ્રત પંચાહ પંચ સુમતિ સમકિત પંચ પ્રમાદહ વિષય તજો પંચ, પાળો પંચાચાર.”
આ જ કવિએ ૨૩ કડીના ગોડી પાર્શ્વનાથ સ્તવન (અથવા ઈદ)ની રચના કરી છે. કવિએ કરેલા છંદોગાનની સાથે ઝડઝમકની ચમત્કૃતિ જુઓ :
“અસુર ઈંદ્ર નર અમર વિવિધ વ્યંતર વિદ્યાધર.' મનુષ્યતર યોનિ વાળા સૌ સુરાસુરોને પણ પાર્શ્વનાથનું નામ જપતા વર્ણવી કવિએ ગોડી પાર્શ્વનાથનો મહિમા કર્યો છે.
વિવેકચંદ્ર (ભાનુચંદ્રશિષ્ય)નો ૨૭ કડીનો “જીવદયાનો છેદ (પ્ર) મળે છે. જીવદયા જાળવવાનો ધર્મબોધ આપતી, ચોપાઈમાં રચાયેલી આ છંદરચના છે.
વાદિચંદ્ર કવિએ ૫૮ કડીના કથનાત્મક ભરત બાહુબલિ છંદની રચના કરી છે. આણંદવર્ધને (ખાના મહિમાસાગરશિષ્ય) ૯ કડીનો “અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ' ભુજંગપ્રયાતની ચાલમાં રચ્યો છે. કોઈ સધર (શ્રીધર) કવિનો ૬ કડીમાં રચાયેલો તથા બીજો બે કડીનો યુગલ) જગડૂસાહ છંદ (લે.સ.૧૬૭૦ પહેલાં) મળે છે. ગુજરાતી સાહિત્ય કોશ' ખંડ-૧ નોંધે છે તે પ્રમાણે શ્રાવક કવિ ઋષભદાસે ૩૨ કડીનો પાલનપુરનો છંદ પ્ર.) ૧૦૮ રચ્યો છે એમાં પાલનપુરના વણિક વંશોની તથા અન્ય ઇતિહાસપ્રસંગોની માહિતી અપાઈ છે.
શ્રી મંજુલાલ મજમુદારે ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો' પદ્યવિભાગ)માં કવિ સંઘવિજયે ઈ.સ.૧૯૮૭માં અધ્યલ છંદમાં રચેલા ૪૨ કડીના ભારતી / ભગવતી છંદનો ઉલ્લેખ કર્યો છે. આ છંદરચનામાં ૧૬ વિધાદેવી, ૨૪ શાસનદેવી, ૬૪ યોગિની, નવદુર્ગા – બધાંનું સ્તવન કરવામાં આવ્યું છે.
મધ્યકાળના જાણીતા જૈન સાધુકવિ નયસુંદરે ૧૩૨ કડીના સંસ્કૃત-ગુજરાતી મિશ્રિત શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન (અથવા ઇદ)' પ્ર.)ની રચના કરી છે. એમાં કવિ પાર્શ્વનાથનાં તીર્થોની યાદી રજૂ કરીને એમનું મહિમાવર્ણન કરે છે અને પાર્શ્વનાથ પ્રભુની આર્તભાવે સ્તુતિ કરે છે.
સમયસુંદર ઉપાધ્યાયે ૮ કડીનો કહેવામંડણ પાથર્વનાથ સ્તવન અથવા છંદ' (પ્ર.) તોટક છંદમાં રચ્યો છે.
શાંતિકુશલે ૩૩ કડીના ભારતી સ્તોત્ર (અથવા છંદ અથવા અજારી સરસ્વતી
૮૦ / સહસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org