________________
છંદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ / ૭૯
(પ્ર.) મળે છે. કૃતિનો આરંભ કવિ દુહા છંદથી કરી પછી અડયલ્લ, સારસી, હાટકી, ત્રિભંગી, નારાચ વગેરે છંદોમાં વિશિષ્ટ લયછટામાં કવિએ પાર્શ્વનાથનો મહિમા ગાયો છે. નારાચ છંદની આંતપ્રાસ શબ્દાનુપ્રાસથી ખચિત એક કડી જુઓ: સુયોતિ મોતિ યોતિ થે સુદંત પંતિ દીપ્પએ, ગુલાલ લાલ ઉષ્ટ થે પ્રવાલ માલ છિપ્પએ, સુસાસ વાસ વાસ થે કપૂર પૂર ભજ્જએ, ઉલંબ લંબ બાહુ થે મૃણાલનાલ લજ્જએ.'
સમગ્ર કૃતિ એના છંદોવૈવિધ્ય અને છંદોગાનને કારણે ધ્યાનાકર્ષક બની છે. કવિ પ્રીતિવિમલે (ઈ.સ.૧૫૯૩-૧૬૧૦ દરમિયાન હયાત) ૬ કડીનો ‘નવકાર મંત્રનો છંદ' (પ્ર.) ઝૂલણા છંદમાં રચ્યો છે. એમાં નવકારમંત્રના સ્મરણથી મળતાં ફળ દર્શાવી મંત્રનો મહિમા વર્ણવાયો છે.
નયરંગ કવિએ ૧૦૮ કડીનો ‘ગૌતમસ્વામીછંદ' રચ્યો છે. એક અજ્ઞાત કવિનો ૪૪ કડીનો ‘સરસ્વતીછંદ’ (૨.સં.૧૬૮૪ [૪૮] ?) મળે છે. આરંભે અનુષ્ટુપમાં સંસ્કૃત શ્લોક છે. સરસ્વતીની સ્તવના કરતી બેઅક્ષરી આર્યાની, ચરણાન્ત પ્રાસસૌંદર્ય જાળવતી આ કડી જુઓ :
ભગવતિ ભાવě તુઝ નમિજ્જઇ, અષ્ટ મહાસિદ્ધિ શીઘ્ર લહીજ્જઇ, મંત્ર સહિત એ કવિત ભણિજ્જઇ, ભણતાં ગુણતાં લીલ કરજ્જઇ.’ અડયલ્લ છંદને પણ કવિએ અહીં પ્રયોજ્યો છે.
નયપ્રમોદ (ખ. હીરોદયસૂરિશિષ્ય)નો આ સદીના ઉત્તરાર્ધમાં ૧૩ કડીનો શંખેશ્વર પાર્શ્વનાથ છંદ' પ્ર.) મળે છે. છંદરચના સારસી છંદમાં ઝડઝમકયુક્ત શૈલીમાં થઈ છે. અરબી-ફારસી શબ્દોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે. જુઓ : તુંહી માદર પિદર મેરો, બિન બિરાદર તું ધરા, અજીજી બંધ ખલક તેરા, ભાગ્ય તેરા અબ ખુલ્યા.'
કવિ ભક્તિલાભ ઉપાધ્યાયે ૧૮ કડીનો સીમંધરસ્વામી સ્તવન / છંદ'ની રચના કરી છે. કવિ જયચંદ્રે (પાર્શ્વચંદ્ર-સમરચંદ્ર-રાયચંદ્ર-વિમલચંદ્રશિષ્ય) પાર્શ્વચંદ્રસૂરિના ચરિત્રને નિરૂપતો પાર્શ્વચંદ્રસૂરિના ૪૭ દુહા (અથવા છંદ)' દુહાની ૪૭ કડીઓમાં રચ્યો છે. કવિ કુશલલાભે ૧૭ કડીમાં ‘નવકારછંદ (અથવા સ્તોત્ર) (પ્ર.)ની રચના કરી છે. પંચ પરમેષ્ઠીને જેમાં નમસ્કાર કરવામાં આવ્યા છે એવા નવકારમંત્રનો મહિમા એમાં ગવાયો છે. છંદના આરંભની ૪ કડીઓ દુહામાં છે. જેવી કે
સકળ મંત્ર શિર મુકુટમણિ સદ્ગુરુ ભાષિત સાર, સો ભવિયાં મન શુદ્ધ શું નિત જપીએ નવકાર.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org