________________
ભક્તકવિની આ પ્રાર્થના છે. ઝૂલણા છંદની ચાલમાં લખાયેલી આ કૃતિની પહેલી કડી જુઓ :
પાસ શંખેશ્વરા, સાર કર સેવકા, દેવ કાં એવડી વાર લાગે, કોડી કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે.' ગોડી પાર્શ્વનાથ છંદમાં આ કવિએ અનેક ભયોના નિવારક એવા ગોડી પાર્શ્વનાથનો મહિમા ગાયો છે.
‘ગૌતમસ્વામીનો છંદ' પણ ઝૂલણાની ચાલમાં ગવાયો છે. એમાં ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ગૌતમના ચરિત્રનો સંક્ષિપ્ત પરિચય અને ગૌતમની સ્તુતિ કરવામાં આવ્યાં છે. ક્યાંક કૃતિમાંના આંતરપ્રાસ નોંધપાત્ર બન્યા છે. જેમ કે વસુભૂતિનંદન વિશ્વજનવંદન દુરિતનિકંદન નામ જેહનું.'
ગૌતમને માટે અહીં ચિન્તામણિ, સુરત અને કામધેનુનાં ઉપમાનો અપાયાં છે. ૧૧ કડીનો ‘પાર્શ્વનાથ છંદ' ભુજંગપ્રયાતમાં રચાયો છે. એમાં પણ આંતરપ્રાસ શબ્દાનુપ્રાસની પ્રચુરતા ધ્યાન ખેંચે છે; જો કે એ ક્યાંક કૃતક પણ લાગે છે ખરા. જુઓ :
ક્રોધાલા ભૂપાલા હઠાલા કરાલા, વડા થિંગ ત્રિસિંગ મહાસિંધવાલા, રોસાલા દોસાલા મોસાલા તે રૂઠા, તોસાલા પોસાલા હવે પાસ તૂઠા.’ ઉદયરત્ને રચેલા સોળ સતીનો છંદ'માં જૈન કથાઓમાં આવતી, પવિત્ર જીવન જીવી ગયેલી સોળ સતીઓનો સંક્ષિપ્ત પરિચય કવિ આપે છે.
આ સતીઓમાં બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, ધારિણી, રાજિમતી, દ્રૌપદી, કૌશલ્યા, મૃગાવતી, સુલસા, સીતા, સુભદ્રા, કુંતા, પદ્મિની, દમયંતી, પુષ્પચૂલા અને પ્રભાવતીનો સમાવેશ થાય છે. કવિએ આ રચના આઠ આઠ માત્રાની બે મધ્ય યતિઓવાળા રુચિરા છંદમાં કરી જણાય છે.
-
કવિ સતીનામસ્મરણની ફ્લશ્રુતિ જણાવતાં કહે છે 1:0 વીરે ભાખી, શાસ્ત્ર શાખી, ઉદયરત્ન ભાખે મુદા એ, વહાણું વાતાં, જે નર ભણસે, તે લહેસે સુખસંપદા એ.'
‘મોહરાજા વર્ણન છંદ' પણ આખો ભુજંગપ્રયાત છંદમાં રચવામાં આવ્યો છે. જેમને આપણે દેવો, મહર્ષિઓ, મહાપુરુષો માન્યા છે તે પણ મોહના ફંદામાં . કેવા ફસાયા છે તેનાં પ્રત્યેક કડીમાં અલગ અલગ દૃષ્ટાંતો આપીને કવિએ આ છંદને રસિક બનાવ્યો છે. કાવ્યાંતે, આવા મોહને નષ્ટ કરનાર નાથને ભજવા કવિનો પ્રતિબોધ છે. કૃતિની એક કડી જુઓ :
વૃંદાવને ગોપીનારી વિહારી, કદંબે ચઢયા ચીર ચોરી મુદિર, કુબજા ભજી પ્રીતિ સેં મૂકી માઝા.'
૮૪ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org