________________
છંદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છેદરચનાઓ / ૮૫ - કવિ ઉદયને નામે ૭ કડીનો ગોડી પાર્શ્વનાથ છંદ' .) છે; પણ તે કયા ઉદય તે નિર્ણય થઈ શકતો નથી. એ જ રીતે ઉદયવાચકનો ૭ કડીનો “શ્રી પંચ પ્રભુ ઇદ (પ્ર.) મળે છે પણ તે ઉદયવાચકને નામે જાણીતા બનેલા ઉદયરત્નનો છે કે અન્ય કોઈ ઉદયવાચકનો છે તે સ્પષ્ટ થતું નથી. એ જ રીતે ઉદયને નામે ૫ કડીનો ભીડભંજન પાર્શ્વનાથ છંદ (ર.સં.૧૭૭૮ | ઈ.સ.૧૭૨૨) ઝૂલણા છંદમાં રચાયેલો મળે છે.
- કવિ માવજીએ ૧૦૧ કડીનો પાર્શ્વનાથ છંદ' (લે.સં.૧૭૬૦ પહેલાં) રચ્યો છે. એમાં જુદાંજુદાં ગામોના પાર્શ્વનાથનું વર્ણન છે. કૃતિનો આરંભ દુહાથી થાય છે. અંતે છપ્પય છે.
કવિ જ્ઞાનસાગર – ઉદયસાગરસૂરિએ ૧૩૪ અતિશયનો છેદ પ્ર.) નામની જ્ઞાનાત્મક કૃતિ આપી છે. તેમજ આ જ સદીના મહિલાભ / મયાચંદે પણ ૧૩ કડીનો ‘જિનેશ્વરના ૩૪ અતિશયનો છેદ (પ્ર.) રચ્યો છે. ચોપાઈ છંદની આ રચનામાં પ્રભુના ૩૪ અતિશયો – વિશેષ લાક્ષણિકતાઓ – વર્ણવવામાં આવ્યા છે.
કાંતિવિજયગણિ પ્રેમવિજયશિષ્ય)નો પ૧ કડીનો ગોડી પાર્શ્વનાથ છંદ (પ્ર.) દુહા, નારાચ, ભુજંગી એમ વિવિધ છંદોમાં ચારણી લયછટામાં રચાયેલો મળે છે. શબ્દાનુપ્રાસ, ઝડઝમક, સંયુક્તાક્ષરી શબ્દાવલિ વગેરે છંદોલયને પૂરક બને છે. નારાચ છંદની એક કડી જુઓ :
પ્રવિત્ત કંત્તિ કીર્તિ દિત્તિ સત્તિ જુત્તિ સોહએ. અપાર સાર રૂપ ભાર આરપાર મોહએ, કલત્ર સુત પુત્ર વિત્ત તત્ર મતિદાયક, પ્રભાતિ ભક્તિ જુત્તિ નિત્ય પૂજી પાસ નાયકં.”
કવિએ અહીં સભિય, સંગ્રામભય, સમુદ્રભય, રોગભય, રાજભયનાં ચિત્રાત્મક આલેખનો કરી, એમાં પાર્શ્વનું નામ કેમ સુખકારી બને છે એ દર્શાવી ગોડી પાર્શ્વનાથનો મહિમા ગાયો છે. કવિનું પાંડિત્ય પણ અહીં ધ્યાન ખેંચે છે.
બીજા એક કાંતિ / કાંતિવજયે ૨૪ કડીનો અંબિકા છંદ', ૧૫ કડીનો તાવનો છેદી .) અને ૩૯ કડીનો “ગોડીજીરો છેદ' પ્ર) રચ્યા છે. આ કવિ પણ આગળના કાંતિવિજયે રચેલા ગોડી પાર્શ્વનાથ છંદના જેવી જ છટાઓ દાખવે છે અને વિવિધ ભયોમાં ગોડી પાર્શ્વનાથનું નામ કેવું સંકટનિવારક છે તે દર્શાવે છે. ‘તાવનો છંદમાં તાવને આનંદપુર નગરના અજયપાલ રાજાને ત્યાં જન્મેલા પુત્ર તરીકે કવિ કલ્પ છે. એ સાત રૂપે એની શક્તિ પ્રગટાવે છે. એ સાત રૂપો એટલે એકાંતરો, બેયાંતરો, ત્રઈયો, ચોથિયો, શીત, ઉષ્ણ અને વિષમ વર. કવિ તાવને આ રીતે વર્ણવે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org