SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો અધિકાર / ૩૧૫ ગદ્યાનુવાદ : કાયા કરમાઈ છે. વૃક્ષની નીચે શીતળ છાયામાં બેસે છે. તરવારની ધાર પાનું) પડે છે. શરીરના ટુકડા કરે છે. (તે) નક્કી ૨ડતો નાસે છે. (તેને) કરવતથી કાપ્યો. નર સંતાપ પામ્યો. જલપ્રવાહ જોઈને વૈતરણીના પ્રવાહમાં પડ્યો. એમાં કોઈ છેડો પ્રાપ્ત થતો નથી – પાર પમાતો નથી. પાઠાંતર : ૧. ૪ કયા (કાયાને બદલે). ૩ ૪ લેઈ (“Dઉંને બદલે); ૪ કલહ પ્રવાહ. ૪ ૪ પ્રવાહિ. ર૪ પ્રતમાં આ કડી બબ્બે પંક્તિની બે કડીઓ તરીકે છે. નવિ થાઈ આડા, કુતિકુહાડા, લેઈ ધાઈ ધડધૂબ, જાઈ જસુ પાસઈ, સોએજિ વિશાસઈ કિમ નાસઈ થિરથભ, ઊછાલઈ ગોક્ષિ,િ ગોલાની પરિ, વધઈ તીર ત્રશુલ, પારા પરિ મિલીઇ, સૂક્ષ્મ દલીઈ, તનુ ઊડઈ જિમ તુલ. ૩૪ ગદ્યાનુવાદ : કોઈ મદદમાં આવતું નથી. () કોશ-કુહાડા લઈને અત્યંત જંગલી (અનાડી) પરમાધામી દેવો) દોડે છે. જેની પાસે જાય છે તેનો જ વિનાશ કરે છે. થાંભલા સાથે સ્થિર થયેલો કેવી રીતે નાસે ? ગોફણમાં ગોળાની પેઠે ઉછાળે છે. તીર અને ત્રિશૂલથી વીંધે છે. પારાની જેમ મસળવામાં આવે છે. (2) સૂક્ષ્મ દળી નાખવામાં આવે છે, ને રૂની જેમ શરીર ઊડે છે. વિવરણ: અહીં મધ્યકાલીન ગુજરાતીનો આડા થવું' શબ્દપ્રયોગ છે તે અવચીન ભાષામાં જે અર્થમાં પ્રયોજીએ છીએ એનાથી જુદો પડે છે. અહીં “આડા થવું” એટલે મદદમાં આવવું' એવા અર્થમાં પ્રયોજાયો હોવાની સંભાવના છે. મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશમાં આડઈન્વચ્ચે, મદદે અને આડી આર્સ મદદરૂપ થશે – એવા અર્થો મળે છે. પાáતર : કડી નથી. ૧ ટ ધાવૈ ૨ ૨૪ જાઈ સઈ ઇ જાઈ જડ જાસઈ (“જાઈ જસુ પાસઈ’ને બદલે); , સોજિ , ઇ ૩, ૪ સોઇ; ૨૪ થિકુંભ. ૩. જ ઊછાલઈ ગોરલ ગોફિણની પરિ ૪ ઊછાલઈ ગોલા ગોફીણિની પરિ; ર વાધઈ ૨૪ બાધઈ (“વીંધઈ’ને બદલે; લેઈ ત્રિસૂલિ; ૪ તીરછે. ધગધગતી પૂતલિ, આગિ તણી ઝલિ એહનઈ ઘઉં આલિંગ, પરદારપ્રેમ કયાંના એ ભોગવિ ભોગ સુરંગ, દુરગંધા જૂના, રુધિર પિરૂના લીજઇ આહાર સરેહ, ભર સીત હિમાચલ, અતિ ઉન્હી ઝલ, ક્ષેત્રજ વેદન એહ. ૩૫ ગદ્યાનુવાદ : આગની જ્વાળાથી ધગધગતી પૂતળી એને આલિંગન અપાવે છે. રંગરાગભર્યા ભોગ ભોગવીને, પરસ્ત્રી સાથે પ્રેમ કર્યાનાં આ ફળ છે. વાસી (), દુર્ગધવાળા લોહી અને પરુના આહાર નિશ્ચિતપણે (સારી રીતે ?) લેવાય છે. અત્યંત Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy