SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતની ૩જી પંક્તિમાં “તું” છંદદષ્ટિએ વધારાનો લાગવાથી એને કૌંસમાં મૂક્યો છે. બધી જ પ્રતો ‘તું પાઠ આપતી હોવાથી એને રહેવા દીધો છે. હું ભૂખ્યા તરસ્યઉ, સી ગતિ- કરસ્યઉં, ત્રોડી થઈ હનુમસ, જિમ અંતર ગોહી, આતમ લોહી પીતઉ ભરઈ પ્રહંસ, અાદિક સઘલાં, મૂકઈ જમલો, કિમ ન ભાઈ ભૂખ, સાયરનાં પાણી આપવું આણી, છીપઈ તરસ ન દૂખ. ૩૧ ગદ્યાનુવાદ: “હું ભૂખ્યો-તરસ્યો છું. મારી શી ગતિ કરશો ?” આ દેહ-માંસ તોડી રહે છે. જેમજેમ ગોહી (એક જંત) પોતાનું લોહી અંદરથી પીએ છે તેમતેમ એ ડૂસકાં ભરે છે. સઘળાં અત્રાદિક પાસે મૂકે તોપણ કેમેય ભૂખ ભાંગતી નથી. સમુદ્રનાં પાણી લાવી આપો, તો એથી કાંઈ તરસનું દુ:ખ છીપતું નથી. પાઠાંતર : ૧. રસ હઉ (હુને બદલે ૩, ૪ સંગતિ (સી ગતિને બદલે); ૪ કરસ્યઉ નથી; ર૪ કાઢી થઈ; ક તું માંસ. ૨. અસરત (“અંતર'ને બદલે); ર૩ લાહી; ર૩, ૪, ૫, ૬ પોતુ પોતઇ (પીતીને બદલે); ન કરઈ (‘ભરઈને બદલે). ૪ સુ આપ; ૪, ૪ છીપઈ નહીં ત્રણભૂખ; ગ તરસનું દૂખ; સૂખ ટ ભૂખ (દૂખને બદલે). ઝૂટે વલિ ગલી, ભીંતરિ ઘાલી, મરડી મારઈ માર, બઇઠ અંધારઈ, મણિ પોકારો, પાડઈ બૂબ અપાર, Jપઈ % વાહઈ, વલિવલિ સાહિ પાસ કરી જિમ જાલ, તે કરિ મંડઈ, ખડવિખંડઈ કલિરવ કરઈ કતાલ. ૩૨ ગદ્યાનુવાદ: વળી ઝટિયાંથી પકડીને, અંદર ઘાલીને, મરડીને માર મારે છે. અંધારામાં બેઠો છે. મુખથી પોકાર કરે છે, ઘણી જ બૂમો પાડે છે. ઝપટ મારે છે, પ્રહારની) ઝડી વરસાવે છે, ફરીફરીને જાળની જેમ ફાંસો કરીને પકડે છે. હાથથી નિશાન સાંધે છે. ચૂરેચૂરા કરે છે. વધનો ભોગ બનનાર કકળાટ (કોલાહલ) કરે છે. / વિવરણ : આ કડીની બધી પંક્તિઓમાં સર્જાતી ઝડઝમક નોંધનીય છે. ઉદૂકોશ કતલવધિત અને કિતાલ =મારકાટ, રક્તપાત એવા અર્થો આપે છે. એ આધારે અહીં કતાલ વધનો ભોગ બનનાર એવા અર્થની સંભાવના કરી છે. પાઠાંતર : ૧. ૪ ઘાલી (ઝાલીને બદલે). ૩ ગ ઝડપાઈ (‘ઝડ વાહને બદલે). કમલાણી કાયા, સીતલ છાયા, બાંસઈ તરૂઅર હેઠિ. અસિધારા પાન પડઈ તન ખંડ, રડતઉ નાસઈ નેટિ, કરવત સ્યઉં કાપ્યઉં, નર સંતાપ્યઉ જોઈ જલપરવાહ, વૈતરણી માંહિ પડગ્રી પરવાહઈ, લાભઈ છેહ ન માહ ૩૩ ૩૧૪ / સહજસુંદરફત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy