________________
પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૬૧
લીટી મળીને એક જ કડી બની છે. એમ ત્રીજા અધિકારની કુલ ૧૦ કડીઓ ઓછી થતાં અહીં ૯૪ કડી થાય છે. ચોથા અધિકારમાં જ પ્રતની ૮, ૨૨, ૩૬, ૩૮, ૫૮, ૬૮ ક્રમાંકવાળી કડીઓ નથી. = પ્રતની ૨૩મી કડીની પહેલી લીટી અહીં નથી અને બીજી લીટી છે પ્રતની ૨૧મી કડીમાં ગોઠવાઈ જતાં = પ્રતની ૨૩મી કડી પણ નથી. તેમજ ઃ પ્રતની પર અને ૫૩મી કડીઓની એક એક લીટી મળીને એક જ કડી બની છે. એમ કુલ ૮ કડીઓ ઓછી થાય છે. તો જ પ્રતની ૫૪મી કડી પછી અહીં બે કડીઓ વધારાની છે; જેને અહીં ૪૯ અને ૫૦મો ક્રમાંક અપાયો છે. એમ હવે કુલ ૬ કડીઓ ઓછી થતાં ચોથા અધિકારની કુલ કડીસંખ્યા ૮૧ થાય છે.
આ પ્રતમાં પણ ક્યાંક ક્યાંક ક્રમ આપવો રહી ગયો છે, તો એક જ ક્રમાંક બે વાર અપાયો છે. જેમકે ચોથા અધિકારમાં ૩૩ અને ૬૩મા ક્રમાંક બે વાર અપાયા છે. આમ કડીક્રમાંકો આ પ્રતમાં ક્ષતિયુક્ત છે.
" પ્રત
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ. હસ્તપ્રત સૂચિક્રમાંક
૧૮૩૨૧.
પ્રતનાં કુલ પત્ર ૧૨ છે.
પ્રતના પાનાની લંબાઈ ૨૬.૦ સે.મિ. છે તથા પહોળાઈ ૧૧.૦ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૨ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે.
હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ઘણુંખરું ૧૬ લીટી છે. ક્વચિત્ ૧૭ કે ૧૮ પણ છે. છેલ્લા પાના પર ૧૮ લીટી છે, એક લીટીમાં ૫૮થી ૬૦ અક્ષરો
છે.
પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફ હાંસિયામાં નીચે આપેલો છે; જ્યારે પાછળની બાજુએ ડાબી તરફના હાંસિયામાં ઉપરના ભાગે કૃતિનામ ‘ગુણરત્નાકરછંદ’ એમ લખી ત્યાં પણ પત્રક્રમાંક આપેલો છે.
હાંસિયાની બન્ને બાજુ બે કાળી ઊભી રેખાઓ કરી વચ્ચે ગેરુઓ રંગ પૂર્યો છે. ચરણ અને કડીને અંતે આવતા દંડ લાલ રંગથી કરેલા છે. છંદ અને કડીક્રમાંક ઉપર ગેરુઆ રંગનાં નિશાન છે. કડીક્રમાંકની આજુબાજુ બે ઊભા દંડ કરેલા છે, અને ચરણને અંતે એક ઊભો દંડ કરેલ છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ કરેલા છે.
પ્રત સુવાચ્ય છે. અક્ષરો મધ્યમ કદના, સુઘડ અને મરોડદાર છે.
Jain Education International
For Private & Personal Use Only
رہے
www.jainelibrary.org