SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો અધિકાર / ૩૧૭ પાઠાંતર : ૪ કડી નથી. ૧ ગ જાણી તણે કરઈ (‘તણઉને બદલે). ૨. ર જોજો તે તુ તુ જોજ્યો (જોયો’ને બદલે); ટ વયરકિલેસ. માતપિતા બંધવ તણા, તાણી ત્રોડઈ મોહ, સગાસીજાં વંચીઈ, વિષય કરાવઈ દ્રોહ ૩૯ ગદ્યાનુવાદ : માતા, પિતા અને બંધુઓના મોહ (સ્નેહ)ને તે (કામ) તાણીને તોડી નાખે છે. સગાંસ્નેહીઓનો વિશ્વાસઘાત થાય છે. વિષય (કામ) દ્રોહ કરાવે છે. પાઠાંતર : ૧. ? માયતાય; ૩ બંધ; ઘ તણઉ; નેહ (મોહને બદલે). ૨ ૩, , ટ વિકારઈ કરીવઈ વિકારો રૂ. ૩ વિકરિ ((કરાવઈને બદલે). પાઠચર્ચા : બીજી પંક્તિમાં ઘણી પ્રતો પ્રતના “કરાવઈ' પાઠને સ્થાને ‘વિકારઈ' ‘વિકરિ પાઠ આપે છે. પણ વિષય કરાવઈ દ્રોહ' એ અન્વયાર્થ એટલો સ્પષ્ટ છે કે મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. માયણ તણી વ્યાપતિ ઘણી, ૧લ્મમયણ સમઉ નહીં કોઈ, ચતર પગઈ ચિહું દિશિ ભમઈ, વેધ વિગોચર જોઈ. ૪૦ ગદ્યાનુવાદ : મદનની વ્યાપ્તિ ઘણી છે. મદન સમો (અન્ય) કોઈ નથી. (તે) ચતુરપણાથી ચારે દિશામાં ભમે છે. એનાથી થતી) આસક્તિ અને વ્યાકુળતા જુઓ. પાઠાંતર : ૪ ૪ પ્રતની ૧લી પંક્તિ રજી, રજી પંક્તિ ૧લી. ૧ જ વિષય સમો. ૨ રવ, છ, જ, ઝ, ટુ, ટ, ૪ ફરઈ ગ ગમઈ (“ભમઈને બદલે); આ વેઢિ ટ વેશ (‘વેધને બદલે). બાલપણછ દિન કેતલા નગમા ભોગવિલાસ. - ઘર ભીંતરિ પઈસી હવઈ, યૌવન કરઈ વિાસ. ૪૧ ગદ્યાનુવાદ : બાળપણમાં કેટલાક દિવસ ભોગવિલાસમાં નિર્ગમે પસાર થાય) છે. હૃદયની ભીતર પેસીને હવે યૌવન વિનાશ કરે છે. તે પાઠાંતર : ૧. ૪ દિન' નથી. ૨ ૩ વહઈ (“હવઈને બદલે). - નર દેખી નારી તપઈ, નર નઈ નારિ સનેહ, ચકમક પરાઉ જિમ પરજલઈ, પેખિ પટેતર એહ ૪૨ ગદ્યાનુવાદ : નરને જોઈને મારી ને નારીને જોઈને નર) તપે છે (કામતપ્ત થાય છે). નર અને નારી સ્નેહયુક્ત થાય છે, ચકમક પડતાં (ઘસાતાં) જેમ અગ્નિ સળગી ઊઠે છે તેમ. આ સંકેત સમજો. પાઠાંતર: ૨. ર૦, ગ, ૪, ૫, ૬, ૮, ૩ પાSિઉં પાડઈ પાડ્યો (પડ્યઉને બદલે); ગ, , , ૫, ૩, ૪, ૮, ૩ જિમ નથી. છ ખિ; રવ જોઈ (“એહને બદલે). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy