________________
છે. એમ રજની બન્નેની સાથે કપટ કરે છે. વેશ્યા કદી સાચી હોતી નથી એમ આ યુક્તિથી - દાખલાથી સમજુ લોકો સમજજો. એમ કવિ સહજસુંદર કહે છે.
વિવરણ : આ કડીમાંનું આખું જ કલ્પનચિત્ર વિરલ અને અદ્વિતીય જણાય છે. ‘ફુલ્લ-તાર’માં ‘તારા રૂપી ફૂલો' એમ રૂપક અલંકાર છે. વેશ્યાને કવિએ અહીં રાત્રિ સાથે સરખાવી છે. જેમ રાત્રિ સૂરજ અને ચંદ્ર બન્નેની સાથે ગોઠડી માંડે છે, એમ વેશ્યા પણ એક પુરુષનિષ્ઠ નથી. સૂર્ય ઊગવાના સમયે રાત્રિ માથામાં ગૂંથેલાં તારા રૂપી ફૂલોને ફેંકી દે છે એવા કલ્પન દ્વારા વેશ્યાના છદ્મચરિત્રને કવિએ રસિકતાથી મૂર્ત કર્યું છે.
પાઠાંતર : રવ, છ છંદનું નામ નથી TM કવિતા ગ, ટ, ૩ કવિત: જ્ઞ દૂહા છંદ. ૧. ૬, ૪ સૂર; TM જત્ર (જવ'ને બદલે); હૈં, ૪ કોશિ (“કેશ'ને બદલે); ૢ તિમ વ તમ ૪ તનું (તવ'ને બદલે); ઇ સોઇ ૬, ટ જોઇ (રોઇ'ને બદલે). ૨. ૪ જેહ ટ જામ (જવ’ને બદલે). ૩. ∞ ભાર (તાર’ને બદલે) રદ્દ રાતિ ૬ તારેં ૪, જ પુલ્લ; । તે (‘પશિ’ને બદલે). ૫. ગ, જ્ઞ રમઇ (‘કરઇ’ને બદલે); ૪ ન હુઇ (‘કહીં’ને બદલે); ઘ, ન, જ્ઞ, ૪ નુહઇ = ન હીઈંટ નુ હૈ (‘નઉ હઇ'ને બદલે). ૬. ૪ જાણજો જુગતિ સહી; ગ વિગતિ કરી (યુગતě વલી'ને બદલે); છ કરી (વલી’ને બદલે); ૪ ‘કવિ' નથી.
પાઠચર્ચા : પ્રથમ પંક્તિમાં ઃ પ્રતના કોશિ’ પાઠને સ્થાને ‘કેશ / કેસ’નું વ્યાપક પાઠાંતર મળે છે. કેશ' પાઠથી કડી-અંતર્ગત કલ્પનચિત્ર વધુ સ્પષ્ટ અને સુરેખ બનતું હોઈ મુખ્ય પ્રતનો ‘કોશિ’ પાઠ છોડીને અન્ય પ્રતનો કેશ' પાઠ લીધો છે. વેશિ કહઈ સુગ્નિ સ્વામિ, આજ હું ભલી ભવાડી, જાતિ અભારી નિબલ સબલ ઊઘાડી પાડી, માહરઇ તુઝસ્ય કામ, વાદ કરતાં કલિ થાઇ, આત્મઉ અવસરિ બોલ સોઇ હૈઅડઇ ન સમાઇ, તિમ મર્મ મોસ બોલી કરી. વખોડી મેહલ્યાં મુસી,
કુલકર્મી અહ્મ જાણઈ સહુ, લાજ ગાલિ અાનð કિસી. ૮૪ ગદ્યાનુવાદ : વેશ્યા કહે છે, હે સ્વામી સાંભળ, આજે તમે મને સારી કરી બતાવી ! અમારી જાતિ નિર્બળ છે એને સબળ રીતે તમે ઉઘાડી પાડી. મારે તો તમારી સાથે કામ છે. વાવિવાદ કરતાં કજિયો-કંકાસ થાય. અવસરે આવેલો હોય ત્યારે તે જ બોલ હૈયામાં સમાય નહીં. તેમ જૂઠાં (આળભરેલાં) વચનો બોલીને (તમે) અમને વખોડીને લૂંટી લીધાં. અમે સઘળાં કુલકર્મ જાણીએ છીએ. અમને વળી લાજ કે ગાળ કેવી !
૨૩૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org