________________
બીજો અધિકાર / ૨૩૭ જસુ નાશિક અંગુલિ મુખ ગયું ગલિ, ચામર લિંબ તણા જિ ફિરઈ, ખીરોદક રૂપ કઠોર કુલક્ષણ, કોઢ અઢારસ દુખિ મરઈ, વિકરાલ કલંદર ભોગપુરંદર સક્કર કક્કર એક ગુણઉં,
સપનંતરિ સાચ નહીં સુશિ સુંદરિ, પાર ન લાભો તુહ્ય તણઉ. ૮૨ ગદ્યાનુવાદ : જેનાં નાક, આંગળીઓ, મુખ ગળી ગયાં છે અને જેના પર લીમડાના ચામર ફેરવાય છે, જેનું ક્ષીરોદક (સફેદ ચાઠાં અને પરુવાળું) રૂપ કઠોર અને ખરાબ લક્ષણોવાળું છે તે કોઢિયો (રક્તપિત્તિયો) અઢારેય દુઃખોથી મરે છે. વિકરાળ ફકીરને અને અત્યંત ભોગવિલાસીને, સાકરને અને કાંકરને તમે એક ગણો. હે સુંદરી સાંભળ, સ્વપ્નમાં પણ (તમારી પાસે) સાચ હોતું નથી. તમારો પાર કોઈ પામી શકતું નથી. વિવરણ : ક્ષીરોદક = ધોળું રેશમી વસ્ત્ર. અહીં રક્તપિત્તિયાના સફેદ ચાઠાં અને પરુવાળા દેહની આવા ધોળા વસ્ત્ર સાથે સરખામણી કરવામાં આવી છે. પાઠાંતર : ૧. ઇ નાસઈ (‘નાશિકને બદલે); ઇ માય ગલિ : ગલગલિ; ઘ ચારિ લિબ; ૨૨, ૫, તણી; ઇ જિસી ૩ ૪ જસિ. ૨. ગ વરરુદ્દક રૂપ જ રંગરુક્કુરૂપ ૪ રૂપરુદકુરૂપ ટ રૂપકરૂપ રવિરુહકરૂપ; ૪ તુલક્ષણ; આ દોષ મરઈ. ૩. ૪ એમ ગુણ3; ટ ગુણે ૪. ૪ તે સુંદરિ; ર૦ પાપ (પાર’ને બદલે); ઘ ..પાવ ન લાભ તાં તણે છે. પાર નહી તુમ્હ ગુણહ તણ૭; ૪ સરઇ (‘તણઉ'ને બદલે). પાક્ય : બીજી પંક્તિમાં ૪ સિવાયની બધી જ પ્રતો કુલક્ષણ' પાઠ આપે છે. વરુ પ્રતનો તુલક્ષણ' લેખનદોષ જ જણાય છે. એટલે કુલક્ષણ’ પાઠ લીધો છે. ત્રીજી પંક્તિમાં ૪ સિવાયની બધી પ્રતો ‘એમને સ્થાને “એક પાઠ આપે છે. વિષયના સંદર્ભમાં એક પાઠ જ વધુ બંધબેસતો થતો હોઈ અને અન્ય બધી પ્રતોનો એને આધાર હોઈ એ પાઠ સ્વીકાર્યો છે.
૫પય સૂરિજ જવ અત્યમઈ, કેશ તવ મૂકી રોડ, જય વેલા જેહની, તામ તેહસ્યઉં મન મોહઈ, કુલ્લતાર સિરિ ઘલ્લિ, રમઈ તે ચંદા સાથ, સૂર સમઈ જાણેવિ, કુલ્લ પણિ નાખઈ હાથઈ, ઈમ રયદિ કૂડ બિહુ સ્યઉં કરઈ, વેશિ કહીં સાચી ન હઈ,
જાણયો જાણ યુગતઈ વલી, સહિજસુંદર કવિ છેમ કહી. ૮૩ ગદ્યાનુવાદ જ્યારે સૂર્ય આથમે છે ત્યારે રાત્રિ) કેશ (છૂટા મૂકીને રડે છે. જ્યારે જેની વેળા ત્યારે તેની સાથે તેનું મન મોહે છે. તે રાત્રિ) તારા રૂપી ફૂલો માથામાં નાખીને ચંદ્ર સાથે રમે છે. પણ સૂર્યનો (આવવાનો) સમય જાણીને એ ફૂલો હાથથી નાખી દે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org