________________
• પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૭૩ ઓળખને ધ્યાનમાં રાખીને કર્યું છે. ૨.૮૫૬માં પણિ ચઢઈ દો, અહ્મ સિરિ સદા’ આ ચરણમાં લેખનદોષ
જણાવાથી દો–નું ‘દોષ કરી જ લીધું છે. (૧) ક્યારેક માત્ર ૪ પ્રત જ અમુક પાઠ આપતી હોય અને બાકીની બધી પ્રતો
કે મોટા ભાગની પ્રતો અન્ય પાઠ આપતી હોય તો પણ અર્થ, છંદ, પ્રાસ વગેરેમાંના કોઈ કારણે મુખ્ય પ્રતનો પાઠ જ વધુ બંધબેસતો જણાયો હોય તો એને યથાવતુ જાળવ્યો છે. જેમ કે, ૨.૬૫.૧ માં માત્ર 8 પ્રત જ “તાકઈ તીર-કડબ્બ' પાઠ આપે છે. બાકીની પ્રતો “તાકઈ તીર તડક્ક/તડબ્દ પાઠ આપે છે. તેમ છતાં રુ પ્રતનો પાઠ યથાવત્ એટલા માટે જાળવ્યો છે કે “તડાક દઈને તીર તાકે છે એ કરતાં ‘કટાક્ષ-તીર' તાકે છે' એ વર્ણન જ વિષયસંદર્ભે
વધુ કાવ્યોચિત બને છે. (૧૫) દંડને સ્થાને અલ્પવિરામ, પૂર્ણવિરામનાં ચિલો મૂક્યાં છે. (૧૬) સામાન્ય રીતે બે ચરણ કે યતિખંડોને એક પંક્તિ ગણી એ પ્રમાણે અહીં
એને ઉતારી છે. (૧૭) પાઠાંતરો માટે પંક્તિક્રમાંકોને ધ્યાનમાં લીધા છે. છંદનામનિર્દેશનાં પાઠાંતરો
સૌથી પહેલાં લીધાં છે. (૧૮) હસ્તપ્રતોમાં એવાં ઠીકઠીક સ્થાનો છે જ્યાં મુખ્ય પ્રતની સાથે સરખાવતાં
નવી કડીઓ ઉમેરાયેલી છે, ક્યાંક કડીઓ નીકળી ગયેલી છે. ક્યાંક ૪ પ્રતની બે કડીઓમાંથી અમુક પંક્તિઓ નીકળી જઈ, બાકીની પંક્તિઓ ભેગી થઈ જઈ એક જ કડી બની ગઈ છે. આ બધા ઉમેરા, ઘટાડા, ફેરફારો જે તે સ્થાને પાઠાંતરોમાં નોંધ્યા છે. ઉમેરાયેલી કડીઓ પણ પાઠાંતરમાં યથાસ્થાને પૂરેપૂરી ઉતારી છે. પરંતુ, હસ્તપ્રતોમાં લેખનકારોને હાથે થયેલા ક્રમાંકદોષો પાર વિનાના હોવાથી એ બધા પાઠાંતરમાં નોંધવાનું યોગ્ય ગણ્યું નથી એટલે એ ક્રમાંકદોષોની વિગત
અહીં પ્રતપરિચય” વિભાગમાં આપી છે. (૧૯) જે શબ્દ કે શબ્દાંશ પાસે 5 હસ્તપ્રતના પત્રની આગળની બાજુ પૂરી થતી
હોય ત્યાં ઉપરના ભાગે હસ્તપ્રતનો પત્રક્રમાંક + અ (જેમકે ૧ અ), અને પાછળની બાજુ પૂરી થતી હોય ત્યાં ઉપરના ભાગે હસ્તપ્રતનો પત્રક્રમાંક +
બ જેમકે ૧બ)નો નિર્દેશ કર્યો છે. (૨૦) ૪ પ્રતની વાચનામાં જ્યાં લહિયાની સરતચૂકથી કડીઓના ખોટાં ક્રમાંકો
લખાયા છે અથવા તો ૧૦૧, ૧૦૨... ક્રમાંકો અનુક્રમે ૧, ૨. આંકથી દશાવાયા છે ત્યાં સુધારીને સાચો ક્રમાંક બતાવ્યો છે.
Jain Education International
For Privatė & Personal Use Only
www.jainelibrary.org