SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો અધિકાર | ૨૦૫ ગદ્યાનુવાદ : મહેતો રાજ્યનો અધિકારી છે. એ પરોપકારી છે અને ઘણું ધન વાપરે છે. મદદ કરતાં એનો હાથ અચકાતો નથી. (આ રીતે તે) મહિમા, યશ, કીર્તિ, ગુણ સંચિત કરે છે. પાઠાંતર : ૧. રવ રાજ પાત્ર; ઞ વિત્ત વેચંતુ પરઉપગારી; સ્વ, ઘ, ચ, છ, ગ, ફા, ટ તે (ઘણ’ને બદલે). ૨, ૬, ૬ જાસ ('જશ'ને બદલે). જનમ્યું પુત્ર કરઇ મહોચ્છવ, આખઇ ગામિ થયઉ જ્યજ્ય રવ, પંચ શબદ વાજઇ લિ ઢોલહ, મૃગનયણી મંગલ મુખિ બોલહ. ૫ ગદ્યાનુવાદ : પુત્ર જન્મ્યો એટલે તે મહોત્સવ કરે છે. આખાય ગામમાં જયજયનાદ થયો. પંચશબ્દ (પાંચ મંગલસૂચક વાદ્યો) ને ઢોલ વાગે છે. મૃગનયણી સ્ત્રીઓ મુખે મંગલ બોલે છે. પાઠાંતર : ૧. વ, ગ જનમિઉ; હૈં હવઇ ઉચ્છવ (મહોચ્છવ’ને સ્થાને) ઞ હિવિ ઉચ્છવ; જ્ઞ નગર (‘ગામિ'ને બદલે) ૪ નગ૨; વ થઉં. માતાપિતા બિહુ થઇ આસીસહ, સુત જીવે છેં કોડિ વીસહ, ચામુડા ચંદ્રઉ ચઢાવઇ, ગુરુ ગોત્રજ નઈં ગર મનાવઇ. ૬ ગદ્યાનુવાદ : માતાપિતા બન્ને આશિષ આપે છે, હે પુત્ર, તું કોટિ વર્ષ જીવજે.' તેઓ ચામુંડાને ચંદરવો ચઢાવે છે. ગુરુ, ગોત્રજ ને ગૌરીને રીઝવે છે. પાāતર : ૧. ૬, ૪, ૬, ૪ બહુ; ૬ દિઅ; રવ જીત. ૨૮ ચંદ્રડૂ; = નઈં’ નથી; ∞, છ ગુરિ; ગ મનાવું. પૂરી દાન તણી તિણિ નાવા, બઇઠઉ યાચક લોક મનાવા, દિશા વાલી ઘરની વલી તાજી, આપઇ મનગમતા જે તાજી. ૭ ગદ્યાનુવાદ : તે દાનની પૂરી અંજલિ ભરીને યાચક લોકોને રીઝવવા બેઠો. વળી ઘરની દશા સુધારી નવી કરે છે અને મનગમતા ઘોડા આપે છે. પાઠાંતર : ૧. ≥ પૂરી ન દાન તણી તિહાં નાવા; ઘ તણો; હૈં કિર નાવા; ઘ જીવક (યાચક'ને બદલે); ૬ જન્ન મનાવા. ૨. રવ, રૂ, ૮, ૪ દિશા વલી; રૂ ઘર (વલી’ને બદલે); ટ છે ઘરની તાજી; રવ, ઘ, છ, ૨, ૩, ૪ તે ગ વલી (જે'ને બદલે); ટ તે વાજી (જે તાજી'ને બદલે). સહી સમાણી મિલી સુહાસણિ, હસઇ વિનોદ કરંતિ વિલાસન્નિ, કુલવર્ધન કુંઅ કુલદીવઉ, બંદી બોલઇ કહઈ ચિરંજીવઉ. ૮ ગદ્યાનુવાદ : સરખેસરખી સૌભાગ્યવતી સખીઓ ભેગી મળી. તે વિલાસિનીઓ હસે છે ને વિનોદ કરે છે. ‘કુંવર કુલવર્ધન અને કુળદીપક છે.' એમ બંદીજનો બોલે છે અને કહે છે, ‘લાંબું જીવો.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy