SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ગદ્યાનુવાદ : (એની) નાગર બ્રાહ્મણની સુલક્ષણી જ્ઞાતિ છે. એ દાતા, ભોક્તા, જ્ઞાની ને વિચક્ષણ છે. મૃગની કસ્તૂરી, મીંઢળ, જબાદી (એક સુગંધી દ્રવ્ય) તેમજ છયે ઋતુના રસરંગનો એ સ્વાદ લેનારો છે. વિવરણ: મયણ = મીંઢળ. તે એક વનસ્પતિ છે. મીંઢળ = અંકોલ, ધંતૂરો આવો અર્થ પણ મળે છે. ધંતૂરો અર્થ પણ ઉચિત ઠરે, કેમકે એ પણ કામપ્રેરક ગણાય છે. પાઠાંતર : ૧. ૨૦, ગ, ઘ, ૨, ૪, ૫, ૩, ૪, ૪ વિચક્ષણ (સુલક્ષણ'ને બદલે); ન જાતિ (“જાણ'ને બદલે); ૩, ૪ સુલક્ષણ ('વિચક્ષણ'ને બદલે). ૨. , ગ નયણ; છે (છ)ને બદલે); ૨૪ રતિની ૪ રતિ (‘રિતુનઉને બદલે); $ રતરંગ ગ તે સ્ત્ર નિતિ રંગ. પ્રતમાં પ્રતની ૩પમી અને ૩૦મી કડીની ચાર પંક્તિઓનો ક્રમ બદલાઈ ગયો છે. ક્રમ આ પ્રમાણે છે : ૩૫.૨, ૩૬.૨; ૫.૧, ૩૬.૧. પાક્યર્ચા : પ્રથમ પંક્તિમાં ૪ સિવાયની બધી પ્રતો “સુલક્ષણ'ને સ્થાને વિચક્ષણ' પાઠ આપે છે. પણ એમ થતાં “વિચક્ષણ” વિશેષણ બન્ને ચરણમાં બેવડાતું હોવાથી સુલક્ષણ પાઠ યથાવત્ રાખ્યો છે; જોકે . પ્રતો જેમ “સુલક્ષણાને સ્થાને ‘વિચક્ષણ', તેમ ‘વિચક્ષણ'ને સ્થાને “સુલક્ષણ પાઠ આપે છે ખરી. ૪, ગ સિવાયની પ્રતો નયણ'ને સ્થાને મયણ' પાઠ આપે છે, તે સ્વીકાર્યો છે. નયણ' પાઠ લેતાં કસ્તૂરી, મૃગનયણ (સ્ત્રી), જબાદી.નો એ સ્વાદ લેનારો છે' એમ અર્થ પણ થાય. પણ પદાર્થોની વચ્ચે સ્ત્રીનો ઉલ્લેખ અસંગત લાગે. વળી સ્ત્રી માટે “મૃગનયણી’ પ્રયોગ મળે છે, “મૃગનયણ' નહીં. સવિ સિંગાર ભઈ સોભાગી, ઈતર દેખીત વરણાગી, તેહની કોઈપ કરઈ નવિ ચાડી, એક દિવસિ પુપતક રવાડી. ૩૬ ગદ્યાનુવાદ: સર્વે શૃંગારથી ભરેલો તે સૌભાગ્યવંત છે. વળી તે જોવામાં વરણાગી છે. એની કોઈ ચાડીચુગલી કરે નહીં. એક દિવસ તે રાજસવારી સાથે ત્યાં પહોંચ્યો. વિવરણ: કવિ ન્યૂલિભદ્રની સવારી અને વનવિહારનું વર્ણન કરે છે. (કડી ૩૬થી ૪૭) પાઠાંતર : ૨. ર તેહનઈ ( તેહની કોઈને બદલે); ? તે કહિની ન કરિ વલી ચાડી; # પૃહતક છઈ = "હતુય; ૪ રવાડી. ગ જુઓ ૩પમી કડીનું પાઠાંતર. હણહણહણહણ હય હીંસારવ, ગયઘટઘંટ તાણા ટેકારવ, પયબલ પાર પખઈ તરવરીઆ, આગલિથા ચાલઈ પાખરીઆ. ૩૭ ગદ્યાનુવાદ : હણહણ હણહણ ઘોડાનો હણહણાટ (હેવારવ) થાય છે. ગજઘટા (હાથીઓના સમૂહ)ના ઘંટના ટંકારવ થાય છે. પાયદળમાં પાર વિનાના તરવરાટવાળા (સૈનિકો) છે. ઘોડેસવાર સૈનિકો મોખરે ચાલે છે. ૨૧૯ / સહજસુંદરત ગુણરત્નાકરદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy