SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્રકોશા.... / ૬૭ જૈન સાધુઓ તો જિનેશ્વર – તીર્થકરને ભજનારા. તો પછી સ્થૂલિભદ્રના મુખમાં રામ' શબ્દપ્રયોગ ભગવાનના પર્યાયરૂપે પ્રયોજ્યો જણાય છે. ‘રામનામ હે સકલ કામકો, જગતમેં આસરો રામનામ કો, રામનામ જપતા જે ધરા, જ્ઞાની મુગતી લહે શુભવીરા.” દુહા, સોરઠી દુહા અને દેશમાં આ લઘુકૃતિની રચના થઈ છે. અહીં સ્થૂલિભદ્ર સાધુવેશ ધારણ કરી રાજદરબારમાં જાય છે એને નાટ્યઅંશ ગણવો હોય તો ગણાય, બાકી નાટકનાં કોઈ લક્ષણો આ કૃતિમાં નથી. સંદર્ભ : આ કૃતિપરિચય માટે ડૉ. કવિનું શાહના “પં. વીરવિજયજી' વિશેના અપ્રગટ શોધનિબંધનો ઉપયોગ કર્યો છે. • શ્રી સ્થૂલિભદ્રજીની લાવણી પં. વીરવિજયે રચેલી, ૧૯મી સદીની, ૯ કડીની રચના છે. કૃતિ અપ્રગટ બાર વર્ષ સુધી કોશા સાથે ભોગવિલાસ કરીને સ્થૂલિભદ્ર દીક્ષા અંગીકાર કરે છે. કોશા સ્થૂલિભદ્રના પાછા વળવાની પ્રતીક્ષા કરે છે. કોશાના વિરહભાવોને ઊર્મિસભર વાણીમાં કવિએ વ્યક્ત કર્યા છે. કૃતિની ભાષા મુખ્યત્વે હિન્દી છે. લાવણીની આરંભની કડી આ પ્રમાણે છે : સુણો સખીરી રંગમહેલમેં મેં ફિરતી'તી દિવાની, મેરા પ્રીતમ કોઈ મિલાવે, ધરી પલક દુ:ખ કટ જાવે.” ૧ કોશાના હૃદયમાં સ્થૂલિભદ્ર એવું સ્થાન પામ્યા છે કે હૃદયથી વેગળા થતા નથી. આંસુ સારતાં કોશા કહે છે : ગોખમેં હોતી ફિરતી જોતી, પર મેં જાકર ફિર રોતી. બાર વરસ લગે ખેલ ખેલાઈ, વાલ્હિમે છોરી રોતી.' છેલ્લે જો ચોમાસું આવશે ને નાથ નહીં આવે તો મરણ સિવાય કોઈ ઉપાય નથી. કોઈ મંત્રથી સ્વામી મળે તો પોતે સર્વસ્વ સમર્પિત કરવા તૈયાર છે. આ રીતે કોશાના હૃદયભાવોને અહીં વાચા અપાઈ છે. સંદર્ભ : આ કૃતિ-પરિચય માટે ડૉ. કવિનું શાહના ૫. વીરવિજયજી' વિશેના અપ્રગટ શોધનિબંધનો ઉપયોગ કર્યો છે. • ચૂલિભદ્ર નવરસ દુહા આ દુહા એ સંભવતઃ દીપવિજય (કવિરાજીની રચના છે. લે.સં.૧૮૪૯ પહેલાં એ રચાયા છે, અને કવિ ઉદયરત્નની કૃતિ “સ્થૂલિભદ્ર – નવરસની નવ ઢાલમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy