________________
આ ગીતોમાં સાર્થપતિના કોશા પ્રત્યેના આકર્ષણનું ગીત છે, તો સ્થૂલિભદ્રના કામવિજયને રૂપક દ્વારા નિરૂપતું કાવ્ય પણ છે. “મુ.પુ.ગુ.હસૂચીમાં સજન પંડિતને નામે રચાયેલા “સ્થૂલિભદ્રકોશા કાગળનો ઉલ્લેખ મળે છે. પણ સજન પંડિત એ કવિ જયવંતસૂરિનું જ ઉપનામ છે. એટલે “સ્થૂલિભદ્ર-કોશા લેખ” અને “ધૂલિભદ્રકોશા કાગળ સંભવત: એક જ કૃતિ છે. . સંદર્ભ : મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય' (સં. જયંત કોઠારી, કાન્તિભાઈ બી. શાહ) પુસ્તકમાં જયંત કોઠારીનો પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ લેખ.
• યૂલિભદ્ર મુનિ ભદનયુદ્ધ) વર્ગના બોલી
કોઈ અજ્ઞાત કવિની ૮ કડીની અનુમાને ચૌદમી સદીની આ રચના છે. આખી કૃતિ હરિગીતમાં રચાઈ છે.
અહીં મદન રૂપી મલ્લને જીતનાર સ્થૂલિભદ્રની પ્રશસ્તિ કરવામાં આવી છે. સ્થૂલિભદ્રનો કામવિજય યુદ્ધવર્ણન રૂપે આલેખાયો છે. ક્યાંક વર્ણન આલંકારિક બન્યું છે. કેટલીક ઉપમાઓ નોંધપાત્ર છે. જેમ કે,
જેમ તિમિર ઋત્તિ ભિજ્જઈ પિકિખ રવિ ગયગંગણે. તિસ્વ મયણુ મયણ જિમ્ન વિલિજ્જઈ થૂલિભદ્દહ દંસણે.”
ભાગીને પોતાના ઘરમાં પ્રવેશેલા અનંગને રતિ શિખામણ આપે છે કે સ્થૂલિભદ્રની સાથે સ્પર્ધા કરીને કહ્યું ફળ પામશો ?'
‘વેશ્યાને ઘેર ચોમાસું રહીને અને રસાળ ભોજન આરોગતા છતાં જેણે મદનને જીત્યો તે સ્થૂલિભદ્રને ચરણે પ્રણમું છું.”
કૃતિની ભાષા અપભ્રંશ જણાય છે. • સ્થૂલિભદ્ર નાટક ૫. વીરવિજયે રચેલી, ૧૯મી સદીની ૩ કડીની રચના છે. કૃતિ અપ્રગટ
કવિ કૃતિનો આરંભ દુહાથી કરે છે. સ્થૂલિભદ્રના પરિવારની ટૂંકી માહિતી એમાં અપાઈ છે. રાજદરબારમાં સ્થૂલિભદ્ર આવે છે તે વેળાનું શબ્દચિત્ર આમ
દ્વાદસ તિલક સિરે ધરી, આજે રાજદરબાર કરમાલા જપતો હરિ.”
સ્થૂલિભદ્ર રામનામનો જાપ કરે છે. રામનામથી મુક્તિ મળે છે એમ જણાવીને તે રામનો મહિમા પ્રગટ કરે છે. ૬૬ / સહજસુંદરકૂત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org