SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય-પરંપરામાં સ્થૂલિભદ્રકો... / ૬૫ છેલ્લી કડીમાં “સીલ સુરંગી પેહરો ચુનડિજી' એવા શબ્દો દ્વારા સ્થૂલિભદ્ર કોશાને પ્રતિબોધે છે. • સ્થૂલભદ્ર ગીત કવિ સમયસુંદર ઉપાધ્યાયનું સં.૧૯૮૯માં રચાયેલું ૬ કડીનું આ ગીત છે. ગીતનો આરંભ સ્થૂલિભદ્રમાં મન ખોઈ બેઠેલી કોશાના ઉદ્દગારથી થાય છે. “મનડઉં તે મોહ્યલું માહવું રે, કહઈ ઈમ કોશા નારિ રે' એ ગીતની ધ્રુવપંક્તિ છે. અંતે સ્થૂલિભદ્ર કોશાને ધરમ ઉપરિ ધરઉ રાગ રે એ બોધ આપે છે. કવિએ આ નાનકડા ગીતમાં અંતે રચનાવર્ષ, સ્થળ, કવિનામની માહિતી આપી છે. • કોશાની ચંદ્ર પ્રત્યે વિનતિ કવિ નયસુંદર (વાચકોનું ૧૭મી સદીમાં રચાયેલું ૧૯ કડીનું આ ગીત છે. એમાં કોશા ચંદ્ર દ્વારા સ્થૂલિભદ્રને જે સંદેશો પાઠવે છે એમાં એની વિરહવેદના વર્ણવાઈ છે. • સ્થૂલિભદ્ર-કોશા લેખ / કાગળ / યૂલિભદ્ર ગીતો કવિ જયવંતસૂરિ – ગુણસૌભાગસૂરિએ રચેલાં ૮૦ જેટલાં ગીતોમાંથી વધારે ગીતો તો સ્થૂલિભદ્ર-કો તેમજ તેમ-રાજુલ વિશેનાં છે. આ ગીતો અપ્રગટ છે. આ સ્થૂલિભદ્ર-ગીતોમાં મુખ્યત્વે કોશાના વિરહોદ્ગારો છે, ક્યારેક કોશાનો સખી સાથેનો સંવાદ છે તો ક્યારેક પત્રલેખનની પદ્ધતિ પણ પ્રયોજાઈ છે. આ ગીતોને પ્રણોર્મિકાવ્યો જ કહેવાં પડે. હા, ગીતને અંતે કોશા પ્રતિબોધ પામતી હોય એ રીતે મધ્યકાલીન પરંપરા અનુસાર એને ભક્તિનો સ્પર્શ તો કરાવ્યો હોય. પણ એ અંતને અળગો રાખીએ તો સમગ્ર રચનામાં વિરહી નારીની મનોદશા સરસ રીતે અભિવ્યક્ત થાય છે. ઉદાહરણ તરીકે – નયનચકોરાં ટલવલઈ રે જોવા તુહ્મ મુખચંદ (સ્થૂલિભદ્ર-કોશા લેખ, “ગીતસંગ્રહ' – ૩) માછિલડી પ્રીતિઈ ભલી, બહોલા જલ વિણ મરઈ તતકાલ, . વિરહઈ માણસ નવિ મરઈ, પણ સૂકીનિ થાઈ સાલ કિ’ | (સ્થૂલિભદ્ર-ગીત “ગીતસંગ્રહ – ૪૫) વેધ લાઇ, રહ્યા વેગલાં રે, વલતી ન કીધી સાર, પંજર માહિ પલેવાં રે, નયન ન ખંડળ ધાર.” (સ્થૂલિભદ્ર-ગીત, ગીતસંગ્રહ – ૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy