SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ' ચોથો અધિકાર / ૩૦૯ ગદ્યાનુવાદ: ચૌદ પૂનો મેં અભ્યાસ કર્યો, અગ્યાર અંગો ભણ્યો. પરમાર્થ ઓળખ્યા પછી આ સંસાર વિષ જેવો જાણ્યો. વિવરણ: ચૌદ પૂર્વે અને અગ્યાર અંગો માટે જુઓ અધિકાર ૧, કડી ૩૫નું વિવરણ. પાઠાંતર ઃ ૧. ૪ ચઊદઈ. પ્રીય પરિમાનંદસ્યઉં પાપડિલ ગયાં દૂર, નિરમલ નયણાં ઊઘડ્યાં જિમ ઊગમત સૂરિ. ૧૩ ગદ્યાનુવાદઃ પરમાનંદથી હું પ્રસન્ન કરાયેલો છું. પાપનાં પડળો દૂર થયાં છે; જેમ સૂર્ય ઊગતાં નિર્મળ નયનો ઊઘડ્યાં છે. પાઠતર : ૨, ૪ જિમ ઝગમિગતિ સૂર; રસ ઊગતઈ. જિરિ થાનકિ રાત રમ્ દવઈ જિસ્યઉ પતંગ જાણીનઈ પડતા હતા તે મુઝ થયઉ વિરગ. ૧૪ ગદ્યાનુવાદઃ જેમ દીવામાં પતંગિયું, એમ જે સ્થાનકે હું રાગી બનીને રમ્યો ને જાણીબૂઝીને પડતો હતો તે સ્થાનક મારે માટે નીરસ બની ગયું. પાઠતર : ૧. ટ રમ્યો; દીઠઈ દીવઈને બદલે). ૨. ન જાણી નર; પડતો હવે. ગરભ તણી પરિ દોહિલી વિરૂઈ વિષમ અપાર, સુણતાં હઈડલું કમકમઈ દુમ્બ તણઉં ભંડાર. ૧૫ ગદ્યાનુવાદ: ગર્ભની પ્રક્રિયા કષ્ટભરી, વિરૂપ અને અત્યંત વિષમ છે. એ સાંભળતાં પણ હૈયું કમકમે છે. એ દુ:ખનો ભંડાર છે. વિવરણ: દીક્ષિત થયેલા સ્થૂલિભદ્રનો કોશાને પ્રતિબોધ – ધર્મોપદેશ છે. અહીં ભવોભવની – જન્મજન્માંતરોની વેદનાને, ગર્ભધારણ અને ગર્ભવિકાસની પ્રક્રિયાને, નરકગતિનાં દુઃખો સાથે સરખાવી, કવિએ વિસ્તારથી ગાઈ છે. પણ ત્યાંયે કવિનું પાંડિત્યસભર સર્જકવ્યક્તિત્વ જોઈ શકાશે. (કડી ૧૫થી પ૫) પાઠતર : ૧. આ વિર૧, ૬, ૭ વિષય ન વિષમી; છ વિકાર (‘અપારને બદલે). પાઠચર્ચા : ૪ પ્રતના વિષય' પાઠને સ્થાને “વિષમનું વ્યાપક પાઠાંતર મળે છે. અહીં ગર્ભપ્રક્રિયાના વિશેષણ તરીકે એ હોઈ વિષમ' પાઠ સ્વીકાર્યો છે. મોર ઘઉં નાચઈ રમઈ પણ પગ જોઈ રોય, તિમ ઉતપતિ છઈ આપણી ગરવ મ કરસ્યઉ કોય. ૧૯ ગદ્યાનુવાદ : મોર ઘણું જ નાચે છે, રમે છે પણ પગ સામે જોઈ રડે છે. તેવી જ આપણી ઉત્પત્તિ છે. કોઈ એનો) ગર્વ કરશો નહીં. વિવરણ : મોર સુંદર નર્તન – કલા કરે છે પણ પોતાના પગ સામે જોઈને રહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy