SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ગુણરત્નાકરછંદ'ની સમીક્ષા / ૯૯ છે. તે પછી, ઈર્ષ્યાવૃત્તિથી પ્રેરાઈ ગુરુનો સ્થૂલિભદ્રને મળ્યો તેવો જ આદર પામવા કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા તત્પર બનેલા સિંહગુફાવાસી મુનિનું કથાનક આવે છે. પણ તેને કવિએ માત્ર પંદરેક કડીમાં જ સમેટ્યું છે. ૭૫મી કડીમાં તો મુનિ રત્નકંબલ લેવા નેપાળ દેશ પહોંચે ને પછીની ૭૬મી કડીમાં તો પ્રવાસ ખેડી કોશાને ત્યાં પરત આવે એટલી ત્વરાએ વાત કરી છે. એટલે જોઈ શકાશે કે જ્યાં કથન કરવું છે ત્યાં કવિએ ઝડપ રાખી છે ને સંક્ષેપ કર્યો છે; જ્યારે વર્ણનો – ભાવનિરૂપણોમાં મન મૂકીને જાણે વરસ્યા છે, વિસ્તર્યા છે. જો કવિનો મુખ્ય રસ કથાકથનનો જ રહ્યો હોત તો આધારગ્રંથોમાં મળતા સ્થૂલિભદ્રચરિત્રના અન્ય ઘણા પ્રસંગોને વિસ્તારથી રજૂ કરીને કૃતિને કેવળ કથાકથનથી જ હજી વધુ દળદાર કરી શક્યા હોત. પણ કથન એ કવિનું ગૌણ લક્ષ્ય રહ્યું અને સ્થૂલિભદ્ર-કોશાના સંબંધોના મુખ્ય વસ્તુફ્તક ઉપર જ કવિએ કાવ્યસર્જનનું લક્ષ રાખ્યું છે. • આધારગ્રંથોમાં મળતા સ્થૂલિભદ્રચરિત્રનો ગુણરત્નાકરછંદમાં વિનિયોગ : આ શોધનબંધમાં, આ અગાઉ, આધારસ્રોત ગ્રંથોમાં મળતાં સ્થૂલિભદ્રકથાનકોનો આધાર લઈને સંકલિત કથાનક રજૂ કર્યું છે. ત્યાં જુદાજુદા ગ્રંથોમાં આ કથાપ્રસંગોની વ્યાવર્તકતા પણ જે-તે સ્થાને દર્શાવી છે. અહીં, ‘ગુણરત્નાકરછંદ’માં એ કથાનકોનો કેવોક વિનિયોગ થયો છે તેની થોડીક તુલના કરીશું. અહીં પાડલપુર (પાટલિપુત્ર) નગર, નંદરાજા, એનો મંત્રી શકટાલ, શકટાલની નાગર બ્રાહ્મણની જ્ઞાતિ, શકટાલની પત્ની લાછલદેવી, સ્થૂલિભદ્ર અને શ્રીયક એ બે પુત્રો અને સાત પુત્રીઓના ઉલ્લેખો મૂળ કથાનક પ્રમાણેના છે. સ્થૂલિભદ્રનો જન્મમહોત્સવ, સ્થૂલિભદ્રનું શૈશવ, બાળઉછેર, માતાપિતાનું વાત્સલ્ય વગેરેનાં વર્ણનો કવિએ કર્યાં છે. મૂળ કથાનકમાં આવાં વિસ્તૃત વર્ણનોનો આધાર નથી. ‘ઉ.મા.'માં યુવાન બનેલો અને મિત્રોથી વીંટળાયેલો સ્થૂલિભદ્ર વનપ્રદેશમાં વિહાર કરીને પાછા ફરતાં કોશા નામની વેશ્યાની નજરે ચઢ્યો અને કોશા એના રૂપથી મુગ્ધ થઈ એ કથાનકનો આધાર લઈ કવિએ અહીં સ્થૂલિભદ્રની રાજસવારી, વનદર્શન, વનવિહારનાં વર્ણનો પછી, કોશાના નિવાસે સ્થૂલિભદ્ર આવ્યા એ પ્રકારનું નિરૂપણ કર્યું છે. ‘ઉ.મા.'માં કોશાએ સ્થૂલિભદ્રનું ચિત્ત ચતુરાઈથી વશ કર્યું એ પ્રસંગનો આધાર લઈ સ્થૂલિભદ્ર-કોશા-મિલનને ખૂબ જ વિસ્તારીને રજૂ કર્યું છે. કોશા સ્થૂલિભદ્રને જોઈ કેવા અભિલાષ કરે છે, પ્રીતિભાવ અનુભવે છે, રૂપસૌંદર્ય, હાવભાવ અને કલાનૈપુણ્ય દ્વારા સ્થૂલિભદ્રને રીઝવે છે, કોશાને સ્થૂલિભદ્ર વેશ્યાચરિત્ર સંભળાવે છે, એના જવાબમાં કોશા અકુલીન ગૃહિણીનાં લક્ષણો વર્ણવે છે એ બધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy