________________
૬૨
ગુરુ દ્વારા સ્થૂલિભદ્રનો અન્ય મુનિઓ કરતાં વિશેષ આદર. ૬૩-૬૫ અન્ય મુનિઓને સ્થૂલિભદ્રની ઈર્ષ્યા. ૬૬-૮૧ સિંહગુફાવાસી મુનિનું કથાનક. ૮૨-૮૭ સ્થૂલિભદ્રગુણપ્રશસ્તિ, ફલશ્રુતિ, રચનાવર્ષ-કવિનામ આદિ.
ઉપર્યુક્ત વસ્તુવિશ્લેષણમાં જોઈ શકાશે કે મોટા ભાગની કડીઓ વર્ણનો અને પાત્રોના મનોભાવો – હૃદયભાવોનાં નિરૂપણોમાં રોકાયેલી છે. પહેલા અધિકારની ૨૧થી ૪૦ કડીઓમાં સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિમાં એમના જીવનના કેટલાક પ્રસંગોના કેવળ અલપઝલપ ઉલ્લેખો જ કવિએ કર્યા છે. મિત્ર ધનદેવને સુખી કર્યાના, કુટુંબને સંયમમાર્ગ દેખાડ્યાના, પોતાની બહેનોને સિંહરૂપ દર્શાવ્યાના તેમજ રથવાહના કથાનકના અહીં માત્ર ઉલ્લેખો જ છે. સ્થૂલિભદ્રના ચરિત્રની અન્યથા જાણકારી ન હોય તો કેવળ આ પ્રસંગોલેખથી તે-તે કથાપ્રસંગોનો પર્યાપ્ત પરિચય પામી શકાય નહીં.
નંદરાજા, શકટાલ મંત્રી, લાછલદે અને શ્રીયકના નિર્દેશો ત્રણેક કડીમાં કવિએ કર્યા છે. સ્થૂલિભદ્રના જન્મપ્રસંગ આગળ કવિ પહેલો અધિકાર પૂરો કરે છે.
બીજા અધિકારમાં પણ કવિ કથાના પાતળા દોર ઉપર એક પછી એક આવતાં વર્ણનોમાં જ કૃતિને આગળ વધારે છે. સ્થૂલિભદ્રના કોશાને ત્યાં આગમનથી માંડી બીજા અધિકારના અંત સુધીનો બધો જ ભાગ (કડી પરથી ૧૬૦) સ્થૂલિભદ્ર-કોશા વચ્ચેના સંવાદો, કોશાના સ્થૂલિભદ્રને રીઝવવાના પ્રયાસો અને સ્થૂલિભદ્રકોશાના ભોગવિલાસ અને રંગરાગનાં વર્ણનોમાં જ રોકાયો છે.
ત્રીજા અધિકારના આરંભમાં રાજખટપટને કારણે પિતા શકટાલના અપમૃત્યુના પ્રસંગને કવિએ અતિ સંક્ષેપમાં આલેખ્યો છે. વરરુચિ પંડિતની શકટાલ પ્રત્યેની દ્વેષવૃત્તિનો આખો કિસ્સો સ્થૂલિભદ્રચરિત્રના આધારગ્રંથોમાં મળે છે, તે અહીં અતિ સંક્ષેપને કારણે ઊપસ્યો જ નથી. સ્થૂલિભદ્રના મનોદ્ધદ્ધ અને પરિવર્તનની એક ભૂમિકા પૂરી પાડવા પૂરતો જે એનો અહીં અલ્પનિર્દેશ થયો છે.
- આ અધિકારમાં સ્થૂલિભદ્રનો સંયમ સ્વીકાર અને કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવા માટે એમણે ગુરુનો માગેલો આદેશ – આ બે મહત્ત્વના બનાવોનો આધાર લઈને સ્થૂલિભદ્રના મનોજગતને, એમના દઢ સંકલ્પને, સ્થૂલિભદ્રના સાધુવેશની જાણ થતાં કોશાની હૃદયવ્યથા અને વિરહવેદનાને કાવ્યાત્મક રીતે વર્ણવવામાં જ કવિએ વિશેષ રસ દાખવ્યો છે.
ચોથા અધિકારની ૮૭ કડીઓમાંથી ૬૫ કડી સુધીનો ભાગ કોશાને ત્યાં આવેલા સ્થૂલિભદ્ર કોશાને ઉપદેશવચનોથી પ્રતિબોધ પમાડી એમાં જ રોકાયેલો
૯૮ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org