SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલો અધિકાર / ૧૯૯ પાઠાંતર: ૧, ૨, ૩, ૪ કરી; ટ રંગાલા (“ભમરાલાને બદલે). ૨. ૩ કઈ ટાલા. પાક્યર્ચા : ૪ ના કરી’ પાઠને સ્થાને અન્ય પ્રતોનો ‘કરિ પાઠ વ્યાકરણદષ્ટિએ શુદ્ધ હોઈ તે સ્વીકાર્યો છે. પોઢી પરવ ભલી પોસાલા, બીજી ધરમ તણી વલી શાલા, મંગલ ધવલ ભાઈ જયમાલા, રંગવિનોદ કરઈ વર બાલા. ૫૩. ગદ્યાનુવાદ : (ત્યાં) મોટી પરબ અને સુંદર પોષધશાળાઓ છે. અને વળી અન્ય ધર્મશાળાઓ છે. સુંદર સ્ત્રીઓ મંગલ ધોળ અને જયમાલા ગાય છે તેમજ આનંદવિનોદ કરે છે. પાઠાંતર : ૧. ના પવર; ગ, ૪ બીજા; ૪ બહુ સાલા. ૨. રવ રંગિ (રંગને બદલે). પાલખીઠ બસઈ નરપાલા, હીંડઈ એક વલી નર પાલા. લોક વસઈ ધનવંત મયાલા, ખટ દરશન સેવઈ તરડાલા. ૫૪ ગદ્યાનુવાદ : રાજવીઓ પાલખીમાં બેસે છે. વળી કેટલાક લોકો પગપાળા ચાલે છે. ધનવાન અને દયાળુ લોકો ત્યાં વસે છે, અને પદર્શન રૂપી વૃક્ષડાળને સેવે છે. વિવરણ: ષડ્રદર્શન આ પ્રમાણે : ૧ જૈન ૨. મીમાંસક ૩, બૌદ્ધ ૪. નૈયાયિક ૫. વૈશેષિક ૬. સાંખ્ય. પાઠાંતર : ૧. ર એક પાલખી બૈર્સ નરપાલા, હીંડિ વિવહારી ડાકડમાલ. ૨. જ દરસણે. કરમી કોડિ ગમે કુશાલા, મોહન મૂરતિ નર મૂછાલા, ચહેરાસી ચુટે દુંદાલા, સાજણ સહિજઈ કિરઈ સંહાલા. ૫૫ ગદ્યાનુવાદ : અસંખ્ય બાજુએ – બધી બાજુએ કુંચાલા, મુછાળા, સુંદર રૂપવાળા ભાગ્યશાળી પુરુષો જોવા મળે છે. ચોર્યાસી ચૌટે ફાંદવાળા ને સુંવાળા સાજન સ્વાભાવિકતાથી ફરે છે. વિવરણ: કોડિ ગમે' = અસંખ્ય બાજુએ, બધી બાજુએ એવો અર્થ વધુ સંભવિત લાગે છે. ગમ=પ્રકાર એવો અર્થ લઈએ તો “અસંખ્ય પ્રકારના અર્થમાં “કોડિ ગમે અહીં દર્શાવેલા માણસો સાથે બંધ બેસશે. ગમ = યુક્તિ, બુદ્ધિ, દષ્ટિ એવો અર્થ પણ થાય છે. રાજ. શબ્દકોશ કરમી = કાર્યનિષ્ઠ એવો અર્થ આપે છે. પાઠાંતર : ૨ ૨૪ ચહોટઈ; ર મૂછાલા (દુંદાલાને સ્થાને); x સાજન સહિત... વ વસઈ (ફિરઈને સ્થાને). વાડી વન ઉદ્યાન ઝમાલા, વાવિ સરોવર કુપ રસાલા, ગંગાનીર વહઈ અસરાલા, જલચર જીવ કરઈ કતાલા. ૧૬ ગદ્યાનુવાદ: વાડી, વન, ઉદ્યાન શોભીતાં છે. વાવ, સરોવર, કૂવા રસાળ છે. ગંગાનીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy