SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલિભદ્ર અને કોશાની પ્રણયક્રીડાવેળાનું એક સુંદર કાવ્યાત્મક ચિત્ર કવિએ અહીં આપ્યું છે. કોશા જ્યારે પિયુના સંગમાં સ્નાન કરે છે, મુખમાં સુગંધી રાતું પાનબીડું છે, રાગથી રમત રમે છે ત્યારે આ દેખીને ભમરાઓની શ્રેણી જાગી જાય છે. તે વેળા કોશા બોલ્યા વિના જ મૌન રહેવાનું પસંદ કરે છે. કેમ ? એના ઉત્તર રૂપે કવિ પછીની કડી આ પ્રમાણે આપે છે : જાણી અલિ પરિમલગુણવાહ્યા, કમલ વરાંસઈ ઊડી આયા, મુઝ બોલંતાં અહર જ ડસઇએ, પાસ પણિ પ્રીઉડઉ હસઈએ.” (૨.૧૩૨) – પરિમલના ગુણથી છેતરાયેલા ભમરાઓ કમળની ભ્રાંતિથી જ (કોશાને જ કમળ સમજીને) ઊડી આવ્યા છે. કોશા વિચારે છે કે પોતે બોલવા જાય તો અધર ઉપર એ (ભ્રમર) ડસે.” આમ વિચારીને કોશાએ મૌન રહેવાનું પસંદ કર્યું. આ આખું વર્ણન કલ્પનસમૃદ્ધ અને રસિક છે. ભ્રમર રખેને અધરને ડસે એવી કોશાની ભીતિમાં અધરચુંબનનો શૃંગારિક ભાવ પણ ભળ્યો છે તે જોઈ શકાશે. • મન:સ્થિતિનાં – હૃદયભાવનાં નિરૂપણો : આપણે આગળ નિર્દેશ કરી ગયા તે પ્રમાણે આ કતિમાં કવિએ કેવળ સ્થળ-સમયાદિનાં બાહ્ય વર્ણનો જ કયાં નથી, પણ સ્થૂલિભદ્ર–કોશા જે આ કાવ્યનાં નાયકનાયિકા છે તેમની ભાવસૃષ્ટિને, મનોજગતને, મનોદ્ધને, હૃદયવ્યથાને પણ સુંદર રીતે ચિત્રબદ્ધ કર્યા છે, રસિકતાથી નિરૂપ્યાં છે. પોતાને ત્યાં સ્થૂલિભદ્રને સૌપ્રથમ આવતા જાણી કોશા વેશ્યાસહજ ભાવે શું વિચારે છે ? ‘ગાઢા ધૂરત માઁ ઠગ્યા છોકર છલ્યા છયેલ ધોરીડા ધરિ જોતરું, હવઈ એ કરું બયલ્લ.” (૨.૫O) પોતે વેશ્યા છે એટલે ધનની લાલચ તો ખરી જ, અને આવનારો શ્રીમંત છે એ સંદર્ભમાં કોશા આગળ વિચારે છે : ‘સોનાની પરસઉ લહી, કોડિ કરીસ્યઇ કામ, ધાત ખરી જઉ લાગસ્થઈ, તક છોડવસ્યઉં કામ.” (૨.૫૧) | (સોનાનો પુરુષ હું પામી. એ મારાં કોટિ કામ કરશે. જો ખરો સંબંધ બંધાશે તો નાણું છોડાવીશ.). પણ આ તો સ્થૂલિભદ્રને જોયા પહેલાં મનના ઘોડા ઘડ્યા હતા. પરંતુ, એના પ્રથમ દર્શને તો કોશાનો હૃદય-પ્રતિભાવ કેવો છે ! પહિલઉં ઠગવિદ્યા હુંતી, દીઠાં થયઉ સ-ભાવ, સાંહામું લાગી રૃરિવા,જલ વિણ જિસ્યઉ તલાવ.” (૨.૫૪) ૧૦૮ / સહજસુંદરત ગુજરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy