________________
ભોગી માસ વસંત વિલાસી, થૂલિભદ્ર એલઈ કલાસી, પીજઇ પ્રેમ તણઉ રસ ક્ષિણિ ક્ષિણિ. વીણાનાદ સાઈ વલી ગિરિ ઝિરિ. ૧૨૨ * ગદ્યાનુવાદ: વસંતમાસના વિલાસી ભોગી શૂલિભદ્ર જાણે કૈલાસે ખેલે છે. ક્ષણેક્ષણે પ્રેમનો રસ પિવાય છે, અને ઝીણો ઝીણો વીણાનાદ સાંભળે છે. પાઠાંતર : ૧. ૮ થૂલિભદ્ર દેખી કવિલાસી. ૨. ઇ લીણ (“ક્ષિણિ ક્ષિણિ'ને બદલે); ર૪ ઝણિ છ ઝીણ (ઝિણિઝિણિ'ને બદલે).
કિહાં સુખેલ સોગઠાં સુહાસણ, કિહાં સુકોક ચઉચસી આસણ,
કિહાં સુનાદ નાટિક્ક નિરખણ, કિહાં સુરાસ રમયંતિ વિચક્ષણ. ૧૨૩ ગદ્યાનુવાદ : ક્યાંક સોગઠાંબાજી ને સુખાસને બેસવાનું છે, ક્યાંક સરસ ચોર્યાસી કામાસન છે; ક્યાંક સુંદર ધ્વનિ અને નાટકનાં નિરીક્ષણ છે; તો ક્યાંક વિચક્ષણ (સ્ત્રીપુરુષ) સુંદર રાસ રમે છે. વિવરણ: પ્રત્યેક ચરણ ‘કિહાં'થી આરંભાય, ‘કિહાં” પછીનો પ્રત્યેક શબ્દ “સુ વર્ણથી શરૂ થાય, ચરણાન્ત પ્રાસ બધે જ જળવાય અને વર્ણસગાઈનો સાથ – આ બધા દ્વારા કવિએ બહિરંગની કેવી માવજત લીધી છે તે જોઈ શકાશે. (કડી ૧૨૩ – ૧૨) પાઠાંતર : ૪ કડી નથી. ૧. આ કિહાં સખેલ; $ સકોક ઇ સખેલ (સુકોકને બદલે); છે.સખેલ કોક ચઉદાસી આસન. ૨. સનાદ સિનાદ; દ વિચક્ષણ (નિરખણને બદલે); ર૩, ગ, ઘ, , , ૪, ૮ રમઈ ૪ વલી રમઈ; ૩ સુવિચક્ષણ. પાઠચચ : ૪ પ્રતમાં “સકોક' અને “સનાદ' પાઠ હતા તે બદલીને ન પ્રતના “સુકોક' અને ‘સુનાદી પાઠ અહીં લીધા છે. તેમ કરવાથી ‘કિહાં' પછીનો શબ્દ બધે જ “સુ પ્રત્યયથી આરંભાય છે. આ પછીની કડીમાં પણ આવી જ ભાત જોવા મળશે.
કિહાં સુજબાદિ અબીર વસંતહ કિહાં સુગુલાલ લાલ વિલસંહ,
કહી સુકપૂર કરઈ કરિ ચૂરણ, કિહાં સુરોલ કેસરનાં છાંટણ ૧૨૪ ગદ્યાનુવાદ : ક્યાંક સુંદર જપાકુસુમ, અબીલની સુગંધ) રહેલી છે, ક્યાંક સુંદર લાલ ગુલાલ વિલસે છે, ક્યાંક હાથથી કપૂરનો ચૂરો કરે છે, ક્યાંક સારી રીતે ઘોળેલા કેસરનાં છાંટણાં છે. પાઠાંતર : ૪ કડી નથી. ૧. ટ સલાલ ગુલાલ વસંતહ; ૪ ૪ વેલિ વસંતહ (લાલ વિલસંતહને બદલે). ૨. ટ “કરિ નથી, ૪ ચંદણ (છાંટણને બદલે).
કિહાં સુગંધિ સૂકડિ કસ્તુરી, છાંટી શ્યલ રમાઈ રસપૂરી,
કિહાં સુબોલ બોલઈ બંદીજન, થલિભદ્ર જીવઉ જગજીવન- ૧૦૫ - ગદ્યાનુવાદ : ક્યાંક સુગંધી સુખડ-કસ્તૂરી છે, ક્યાંક છેલછબીલાઓ એકબીજાને છંટકાવ કરે છે, ને ખૂબ રસપૂર્વક રમે છે. ક્યાંક બંદીજનો સુંદર બોલ બોલે છે : ૨૫૬ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org