SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો અધિકાર / ૨૫૫ વિવરણ : સંગીત-સંદર્ભે ‘શ્રુતિ’નો અર્થ ‘એક સ્વરથી બીજા સ્તર પર જતી વેળાનો અત્યંત સૂક્ષ્મ સ્વરાંશ' એવો થાય. પાતર : વ, ગ, ઘ, છ, ગ, ટ છંદનું નામ નથી TM છંદ અડયલ્લ. ૧. ઘ સુર સંગીત; ગ કરીવા ૪ સુહાવા (‘સુણાવા’ને બદલે). ૨. ૪ રવ (‘શ્રુતિ’ને બદલે); ∞ તેહના રવ (તે નવનવ’ને બદલે); ૬ ચકોર (‘કરઇ’ને બદલે); હૈં, ગ, છ કેકારવ. પાઠચર્ચા : બીજી પંક્તિમાં ‘તેહના ૨વ’ને સ્થાને ‘તે નવનવ’નું વ્યાપક પાઠાંતર મળે છે. છંદમાં એ પાઠ બંધબેસતો થવાથી અને ઘણી પ્રતોનો એને આધાર હોવાથી એ પાઠ સ્વીકાર્યો છે. વિનય વસંત વહઈ વનમાલી, તરૂઅર મિસિ પ્રણમઇ કર વાલી, ભેટિ કરઇ ફ્લફૂલ મહોચ્છવ, મલયાનિલ પરિમલ પસર્વઉ તવ. ૧૨૦ ગદ્યાનુવાદ : વનમાળી વસંત વિનય દર્શાવે છે. વૃક્ષને રૂપે હાથ જોડીને પ્રણામ કરે છે. મહોત્સવપૂર્વક ફ્લફૂલની ભેટ કરે છે. ત્યારે મલયાનિલનો પરિમલ પ્રસર્યો. પાઠાંતર : ૪ પ્રતમાં ઃ પ્રતની ૧૨૦ અને ૧૨૧મી કડીઓ ભેગી થઈ ગઈ જણાય છે. કડી આ પ્રમાણે છે : વિનય સંત વહઇ વનમાલી, કીજઇ રંગ ઝમાલ મનોહર, તોરણ વક્ષરમાલ ભલેરી, મંડપ સોહઇ કરી અધિકેરી. ૧. ૮ વિન (વિનય'ને બદલે). ૨. ૬ ‘ફૂલ’ નથી; ર, ઘ, ચ, ખ, ૮ મલયાચલ. કુલ હરી કદલીહર દીહર, કિજ્જઇ રંગ ઝમાલ મનોહર, તોરણ વન્નરવાલ ભલેી, મંડિવ સોહ કરઇ અધિકેરી. ૧૨૧ ગદ્યાનુવાદ : ખીલેલું અને હરિયાળું દીર્ઘ કદલીગૃહ છે. (ત્યાં) મનોહર આનંદવિલાસ થાય છે. રૂડી વંદનમાલાનાં તોરણ છે જે મંડપમાં અદકેરી શોભા કરે છે. વિવરણ : પહેલી પંક્તિમાં ‘લ’, ‘હ’, અને ‘૨’નાં આવર્તનોમાંથી ઊભું થતું નાદસંગીત ધ્યાન ખેંચે છે. ફૂલ = ખીલેલું (સં. પ્રુ) અને હરી = હરિયાળું (સં. રિત). આ બન્ને ‘કદલીહ૨’ કદલીગૃહનાં વિશેષણો છે. પાઠાંતર : છ જુઓ કડી ૧૨૦નું પાઠાંતર. ૧. ૬, ૪ ફૂલહરાં; કદલીદલ. ૨. ટ વન્નરમાલ; શોભ કરઇ. = પાઠચર્ચા : પ્રથમ પંક્તિમાં પ્રતના ‘કદલીદલ’ પાઠને સ્થાને ‘કદલીહર’નું વ્યાપક પાઠાંતર મળે છે. ‘દીહર’ વિશેષણ સાથે ‘કદલીહર'નો અન્વય વધુ બંધબેસતો જણાવાથી એ પાઠ સ્વીકાર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy