SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ગગનગતિ છેદ / સારસી આવી6 માસ વસંત ભૂપતિ, પાયદલપતિ ચાતર્યઉં, રણઝાતિ મધુકરમાલ કમલે, તે સબલ પથદલ પરવર્યઉં, સહકાર સાર સંપત્ત પમ્બર, ગુડીએ મયગલ માલિકા, થૂલિભદ્ર પુરુષરતત્ર પેખિલ કરી કેશુ તિ દીપિક૧૧૮. ગદ્યાનુવાદ : વસંત માસ રૂપી રાજા આવ્યો. પાયદળપતિ ફંટાયો. () કમળ ઉપર ભમરાઓની માળ (હાર) રણઝણે છે, તેના રૂપી બળિયા પાયદળથી તે વીંટળાયો. ઉત્તમ સંપત્તિ રૂપે સાજવાળા આંબા જાણે સજ્જ કરેલી હાથીઓની માળા છે. કેસૂડાનો દીવો કરીને પુરુષરત્ન સ્થૂલિભદ્રને જોયો. વિવરણ: આ કડીમાં વસંતને ભૂપતિનું રૂપક અપાયું છે. છેલ્લી પંક્તિમાં ખીલેલા કેસૂડાને દીવાનું રૂપક અપાયું છે તેમાં ઔચિત્ય છે. કેસૂડો અને દીપકજ્યોત વચ્ચે રંગ અને આકારનું સામ્ય તો ખરું જ; વળી વસંત તો સ્થૂલિભદ્રનું મદનરૂપ જોવા આવ્યો હતો ને ! એટલે જાણે કેસૂડાનો દીવડો પ્રગટાવીને એ રૂપને નીરખું એવું કલ્પનચિત્ર છે. અજ્ઞાત કવિકૃત ‘વસંતવિલાસમાં આને મળતું એક કલ્પન આ પ્રમાણે છે : ચાંપલા તરૂઅરની કલી નીકલી સોવનવાનિ, માર-મારગ-ઊદીપક દીપક-કલીય સમાન.” પાઠાંતર: ૪ ગમનગતિ છંદ છ ગગનિ છંદ સુ “સારસી નથી ર છંદનું નામ નથી. ૧. રવ, ગ, ઘ, , ૪, ૩, , ૮, ૪ ચતુર દલપતિ. ૨. રત પંક્તિ નથી. ૩. ઇ સુપત્ત (“સંપત્તને બદલે; રવ મંગલમાલિકા. ૪. શ્રી યૂલિભદ્ર; રુ દેખીય (પેખિકને બદલે); ટ પેખીય કરી કરી; રવ, ગ, ઘ, પ, ૬, ૮, ૪ કેશૃંદીપિકા ઇ કિંશુકદીપિકા = કિંસૂયદીપિકા. પાક્ય : પહેલી પંક્તિમાં 9 સિવાય બધી જ પ્રતો પાયદલપતિને સ્થાને “ચતુર દલપતિ પાઠ આપે છે. પણ વર્ણન-સંદર્ભે બન્ને પાઠ એકસરખા બંધ બેસે છે અને બન્ને પાઠથી વર્ણસગાઈ જળવાય છે, એટલે મુખ્ય પ્રતનો પાઠ યથાવત્ રાખ્યો છે. આયા કોઇલિ રૂપ કરી ગુણ ગાવા, બઈઠઉ સ્વર સંગીત સુણાવા, ભમરા શ્રુતિ પૂરઈ તે નવનવા, નાચાં મોર કરઈ હિંગારવ. ૧૧૯ ગદ્યાનુવાદ : કોકિલનું રૂપ ધારણ કરી તે (રાજા) ગુણ ગાવા અને સંગીતના સ્વર સુણાવવા બેઠો. ભમરા નવીનવી શ્રુતિ પૂરે છે. મોર નાચે છે ને કેકારવ કરે છે. ૨૫૪ / સહજસુંદકુત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy